ઈઝરાયલે ટ્રમ્પના નામ પર રાખ્યું ગોલન હાઈટ્સનું નામ, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે માન્યો આભાર
ઈઝરાયલમાં ગોલન હાઈટ્સનું નામ બદલીને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નામ પર રાખવામાં આવ્યું છે. ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઈઝરાયલના નિયંત્રણવાળી ગોલન હાઈટ્સનું નામકરણ ડોનાલ્ડ ટ્રમ્પના નામ પર કરવાનું એલાન કર્યું છે.
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના નેતૃત્વમાં રવિવારે થયેલી પ્રધાનમંડળની બેઠકમાં ટ્રમ્પના નામ પર નવી વસ્તીનું નામ રાખવાનું એલાન કર્યું છે. પ્રધાનમંડળની બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે ધ ગોલન હાઈટ્સ હવે ટ્રમ્પ હાઈટ્સના નામે ઓળખવામાં આવશે. નેતન્યાહૂએ અમેરિકના રાષ્ટ્રપ્રમુખે ઈઝરાયલના સારા મિત્ર ગણાવતા ક્હ્યુ છે કે આજનો દિવસ ઐતિહાસિક છે.
વડાપ્રધાન નેતન્યાહૂએ ટ્વિટ કરીને ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો, તો ડોનાલ્ડ ટ્રમ્પે પણ સમ્માન માટે ઈઝરાયલના વડાપ્રધાનનો આભાર માન્યો હતો. મહત્વપૂર્ણ છે કે નેતન્યાહૂએ એપ્રિલમાં જાણકારી આપી હતી કે ગોલન હાઈટ્સને ટૂંક સમયમાં નવુ નામ આપવામાં આવશે.
મહત્વપૂર્ણ છે કે 1967માં સીરિયા સાથેના યુદ્ધમાં ઈઝરાયલે ગોલન હાઈટ્સ પર કબજો કર્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 25 માર્ચે એ માન્યું કે ગોલન હાઈટ્સ હવે ઈઝરાયલનો અભિન્ન હિસ્સો છે. ગોલન હાઈટ્સ સીરિયાની રાજધાની દમિશ્કથી લગભગ 60 કિલોમીટરના અંતરે છે અને આ ક્ષેત્ર લગભગ એક હજાર વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું છે.