Site icon Revoi.in

ઈઝરાયલના PMની હમાસને ચેતવણીઃ ‘લડાઈ શરુ તમે કરી હવે અંત અમે લાવીશું, આ પરિણામની તમારે કિંમત ચૂકવવી પડશે’

Social Share

દિલ્હીઃ તાજેતરમાં ઈઝરાયલ અને ફિલિસ્તીનનો મુદ્દો ચર્ચામાં છે.ઈઝરાયેલ અને ફિલિસ્તીન વચ્ચે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ 3 દિવસમાં ગાઝા અને પશ્ચિમ કાંઠે યુદ્ધના કારણે 704 લોકોના મોત થયા છે અને 2 હજાર 600થી પણ વઘુ  લોકો ઘાયલ થયા છે. જ્યારે ઈઝરાયેલમાં 900 લોકોના મોત થયા છે અને 3 હજાર 800 લોકો ઘાયલ થયા છે.

યુદ્ધની આ સ્થિતિ દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસને કડક ચેતવણી આપતા કહ્યું કે ઈઝરાયેલે આ યુદ્ધ શરૂ નથી કર્યું પરંતુ  હવે આ યુદ્ધ ખતમ તો અમે જ કરીશું.

ઉલ્લેખનીય છે કે  કે હમાસે યુદ્ધ શરૂ કર્યા બાદ ઈઝરાયેલે 3 લાખ સૈનિકોને એકત્ર કરીને જવાબી કાર્યવાહી કરી હતી. જ્યારેમીડિા અહેવાલ મુજબ ઈઝરાયેલે 1973ના યોમ કિપ્પુર યુદ્ધમાં 4 લાખ  અનામત સૈનિકોને બોલાવ્યા હતા.

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે હમાસ દ્વારા અણધાર્યા હુમલાના જવાબમાં ગાઝા પટ્ટી પર ઇઝરાયેલનો જંગી હુમલો “હમણાં જ શરૂ થયો છે”. નેતન્યાહુએ રાષ્ટ્રીય ટેલિવિઝન સંબોધનમાં આ વાત કહી. ગાઝા પર ઈઝરાયેલનો હુમલો ત્રીજા દિવસે પણ ચાલુ રહ્યો હતો. “અમે હમાસ પર હુમલો કરવાનું શરૂ કર્યું છે,” નેતન્યાહુએ કહ્યું. આવનારા દિવસોમાં આપણે આપણા દુશ્મનો માટે જે કંઈ પણ કરીશું, 

પ્રાપ્ત માહિતી પ્રમાણે ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ એક સંબોધનમાં કહ્યું, “ઇઝરાયેલ યુદ્ધમાં છે. અમે આ યુદ્ધ ઇચ્છતા ન હતા. તે સૌથી ક્રૂર રીતે શરૂ કરવામાં આવ્યું હતું. જો કે ઇઝરાયેલે આ યુદ્ધ શરૂ કર્યું નથી, પરંતુ ઇઝરાયેલ તેનો અંત કરશે.”

હમાસ પર પ્રહાર કરતા પીએમ નેતન્યાહુએ કહ્યું કે તેઓએ આની કિંમત ચૂકવવી પડશે અને તે લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. તેમણે કહ્યું કે હમાસ સમજી જશે કે તેમણે અમારા પર હુમલો કરીને ઐતિહાસિક ભૂલ કરી છે. અમે ચોક્કસ કિંમત કરીશું જે તેઓ અને ઇઝરાયેલના અન્ય દુશ્મનો આવનારા દાયકાઓ સુધી યાદ રાખશે.