- ઈઝરાયેલે ભારતને મોકલ્યો સંગીત સંદેશ
- કોરોનામાંથી મૂક્ત થવા ભારતને મોકલ્યો સંદેશ
દિલ્હીઃ- તાજેતરમાં ભારત કોરોનાની સ્થિતિ સામે જંગી લડત લડી રહેલો દેશ છે, આ સ્થિતિ વચ્ચે ભારત સાથેની એકજૂટતા દર્શાવતા સેંકડો ઇઝરાયેલના નાગરિકોએ સંગીત કોન્સર્ટ દરમિયાન ‘પ્રેમ અને પીડામાંથી મબક્ત થવા’ ના સંદેશા મોકલાવ્યા હતા,આ કાર્યક્રમમાં ભારતના સંગીતકારોએ પણ વર્ચ્યુઅલ ભાગ લીધો હતો.અને ભજનપણ ગાયા હતા.
આ કાર્યક્રમ મંગળવારે રાત્રે તેલ અવીવના હાબિમા સ્ક્વેરમાં યોજાયો હતો. કાર્યક્રમમાં પૂર્વ-રેકોર્ડ કરેલ ભક્તિ ગીત ‘કેશવ માધવ હરિ હરિ બોલ’ પણ દર્શાવવામાં આવ્યું હતું. આ ગીત અતિવ ભણસાલી અને આશિષ રંગવાણીએ ગાયું છે. આયોજકોમાંના એક રાજ હેલ્વીંગે કહ્યું કે, ઇઝરાઇલના લોકો ભારતની સંસ્કૃતિને ખૂબ યાદ કરે છે કારણ કે કોવિડ -19 ને કારણે ગયા વર્ષે ભારતની મુલાકાત અમારા લોકો માટે શક્ય નહોતી.
તેમણે આ અંગે વધુમાં કહ્યું કે, અંહી બન્ને દેશોના લોકો વચ્ચેનો સંબંધ હંમેશા સારો અને મજૂત બનતો જોવા મળે છે,અમે આશા રાખીએ છીએ કે ટૂંક સમયમાં જ ફરી ભારતની મુલાકાતે આવી શકશે.આ ખાસ પ્રકારનો સંગીત કાર્યક્રમ યુનાઇટેડ ઇન બેબીલોન ‘સિંગિંગ સર્કલ’ દ્વારા આયોજન કરવામાં આવ્યો છે, જેમાં ભાગ લેનારા તમામ સંગીતકારો એક વર્તુળ બનાવીને ગાય છે અને સંગીત યંત્રો વગાડે છે. આ દરમિયાન, ઇઝરાઇલના ડઝનેક લોકોએ હીબ્રુ, હિન્દી અને અંગ્રેજીમાં ગીતો ગાયાં અને વાદ્યો વગાડ્યાં હતા અને લોકોને મંત્રમુગ્ઘ કર્યા હતા.