Site icon Revoi.in

ઇઝરાઇલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ધોષણા, દેશમાં લોકોને વેક્સીન આપવાનું કામ 27 ડિસેમ્બરથી થશે શરૂ

Social Share

દિલ્લી: કોરોના સામેની જંગમાં બહરીન અને કેનેડા જેવા ઘણા દેશોએ વેક્સીનને મંજૂરી આપી દીધી છે. તો, બ્રિટનમાં પણ રસીકરણની શરૂઆત થઈ ચુકી છે. આ દેશોમાં હવે ઇઝરાઇલ પણ સામેલ થવા જઈ રહ્યું છે. ઇઝરાઇલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ધોષણા કરી છે કે, કોરોના વાયરસ સામે તેમના દેશમાં લોકોને વેક્સીન આપવાનું કામ 27 ડિસેમ્બરથી શરૂ થશે. આ સાથે જ ઇઝરાઇલ તેના નાગરિકો માટે રસીકરણ અભિયાન શરૂ કરવા માટે દુનિયાનો પ્રારંભિક દેશોમાંનો એક બની જશે.

નેતન્યાહૂનું આ નિવેદન ત્યારે આવ્યું છે, જયારે સંયુક્ત અરબ અમીરાતે બુધવારે કહ્યું હતું કે, કોવિડ -19 ને રોકવા માટે ચીનની વેક્સીનનું શેખડોમ ફેડરેશનમાં ટ્રાયલ કરવામાં આવ્યું હતું અને તે 86 ટકા અસરકારક રહ્યું હતું. યુએઈએ નિવેદનમાં વધારે માહિતી આપી નથી, પરંતુ તે ડ્રગની અસરકારકતા અંગે પ્રથમ વખત જાહેરમાં જણાવાયું છે.

અગાઉ બુધવારે નેતાન્યાહૂએ ફાઈઝર વેક્સિનનો પ્રથમ જથ્થો આવવા પર ખુશી વ્યક્ત કરી હતી અને તેને દેશ માટે ‘ઉજવણીનો દિવસ’ તરીકે દર્શાવ્યો હતો. તેમણે કહ્યું કે, મને આ વેક્સીન ઉપર વિશ્વાસ છે. હું આશા રાખું છું કે, આગામી સમયમાં તેને મંજૂરી મળી જશે.

એક દિવસમાં 60,000 લોકોને મળશે વેક્સીન

નેતન્યાહૂએ કહ્યું કે, તેઓ વેક્સીન લગાવનાર પહેલા વ્યક્તિ બનવા ઇચ્છે છે. જેથી લોકો સામે એક ઉદાહરણ રજૂ કરી શકાય. પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, રસીકરણ અભિયાન 27 ડિસેમ્બરથી શરૂ થશે,જેમાં એક દિવસમાં 60,000 લોકોને કોરોના વેક્સીન આપવામાં આવશે. તેમણે 90 લાખની વસ્તી ધરાવતા આ દેશમાં વેક્સીનની આટલી સંખ્યાને ‘પર્યાપ્ત’ગણાવી છે.

વેક્સીન બાદ આપવામાં આવશે વિશેષ કાર્ડ

તેઓએ કહ્યું કે, અમે વાયરસને સમાપ્ત કરવા જઈ રહ્યા છીએ. ઇઝરાઇલમાં જે લોકોને વેક્સીન લગાવવામાં આવશે, તેઓને એક વિશેષ કાર્ડ અથવા ફોન માટે એપ્લિકેશન આપવામાં આવશે,જેથી તેઓ વગર કોઈની રોક-ટોકથી ફરી શકે અને અર્થવ્યવસ્થાને ફરીથી ખોલવા અને અન્ય લોકોને પણ રસીકરણ માટે પ્રોત્સાહિત કરી શકે.

-દેવાંશી