ઇઝરાયેલની વાયુસેનાએ હમાસના નાણામંત્રી અબુ શામલાને ઠાર માર્યો, ગાઝાની વૈભવી વસાહત પણ તબાહ કરી
દિલ્હીઃ- હમાસ અને ઈઝાયરલ વચ્ચે યુદ્ધની સ્થિતિ હાલ ચર્રામાં છે, ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધને ચાર દિવસ વિતી ગયા છે આ લડાઈમાં ઈઝરાયેલમાં ઓછામાં ઓછા 900 લોકો માર્યા ગયા છે, જ્યારે ગાઝામાં લગભગ 130 નાગરિકો અને સૈનિકોને બંધક બનાવવામાં આવ્યા છે.
ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હુમલામાં મૃત્યુ અને ઈજાગ્રસ્તોની સંખ્યા અનુક્રમે 687 અને 3,726 પર પહોંચાી ગઈ છે. ત્યારે આજે ઇઝરાયેલની વાયુસેનાએ હમાસને મોટો ઝટકો આપ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઇઝરાયેલની વાયુસેનાએ હમાસના નાણાં મંત્રી જવાદ અબુ શમાલાને હવાઈ હુમલામાં ઠાર કર્યા છે. આ સિવાય ગાઝામાં હમાસના રાજકીય બ્યુરોનો સભ્ય અબુ અહમદ ઝકારિયા મુઅમ્મર પણ આ હવાઈ હુમલામાં માર્યો ગયો છે.
એટલું જ નહી હુમલાખોર દ્રારા ઇઝરાયલે ગાઝાની સૌથી વૈભવી વસાહતનો પણ નાશ કર્યો. ઇઝરાયેલ કહે છે કે તેણે યુદ્ધ શરૂ કર્યું નથી પરંતુ તે તેને સમાપ્ત કરશે. જ્યોર્જિયા મેલોની સરકારનું કહેવું છે કે આ બધા માટે હમાસ જવાબદાર છે. ઈઝરાયેલ હવે અજેય છે. દેશના દક્ષિણ ભાગમાં મોટાભાગની જગ્યાઓ પર ફરીથી કબજો જમાવી લેવાનો દાવો કરતા ઈઝરાયેલી સેનાએ કહ્યું કે, ઈઝરાયેલના વિસ્તારમાંથી લગભગ 1,500 હમાસ આતંકવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે.