1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોનએ તેમની ટીમ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાત લીધી
ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોનએ તેમની ટીમ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાત લીધી

ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોનએ તેમની ટીમ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાત લીધી

0
Social Share

રાજપીપલા : ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે પધારેલા સ્ટેટ ગેસ્ટ ઝેડપ્લસ સિક્યુરીટી ધરાવતા ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોન, કોન્સુલ જનરલ ઓફ ઈઝરાય કોબી શોશાની અને અનય જોગલેકરે આજે વડોદરાથી નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. અને એક એક જગ્યાએ પ્રદર્શિત કરેલી વસ્તુનું ઝીણવટપૂર્વક નિરિક્ષણ કર્યું હતું. તેઓને ગાઈડ દ્વારા સરદાર સરોવર ડેમ અંગેની વિગતોથી વાકેફ કરાયા હતા. તેમણે પણ સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે ઉંડો રસ દાખવ્યો હતો.

વિશ્વના પ્રવાસન ફલક પર અંકિત થયેલી વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમાને જોઇને ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોન અને તેઓની ટીમ અભિભૂત થઈ હતી. સરદાર સાહેબની પ્રતિમાની વ્યૂઇંગ ગેલેરી રસપૂર્વક નિહાળી હતી તથા નર્મદા મૈયાના દર્શન અને સરદાર સરોવર ડેમના જળસંગ્રહ જોઇને આનંદિત થયા હતા. પોતાના મોબાઈલમાં તસવીરોને યાદગીરી રૂપે સ્વયં કંડારી આનંદ અને ખુશીની લાગણી અનુભવી હતી. ડેમ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસનો પ્રાકૃતિક નજારો જોઇને તેઓ અચંબામાં પડી ગયા હતા. સરદાર સાહેબની પ્રતિમા નિર્માણ અને પ્રદર્શની જોઈને ખુશી વ્યક્ત કરી હતી.

દેશભરમાંથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ફૂટ એરિયામાં પ્રતિમા નિહાળતા પ્રવાસીઓ પૈકીના કેટલાંક પ્રવાસી સાથે સૌજન્ય દાખવી મુલાકાત વેળાં રાજદૂત નાઓર ગિલોને વાર્તાલાપ કર્યો હતો. ઉત્તરપ્રદેશના ઝાંસીથી એકતાનગરના પ્રવાસે પરિવાર સાથે આવેલો ધોરણ-૩માં  અભ્યાસ કરતા 9 વર્ષીય વિદ્યાર્થી વિભાંશ જૈન સાથે વહાલ કરી તસવીર ખેંચાવી હતી. આ ક્ષણની તક મળતાં વિભાંશે મારો પ્રવાસ-મારી યાત્રા સરપ્રાઈઝ રીતે સફળ થઈ હોવાની ખુશી સાથે પરિવારે પણ આનંદની લાગણી અનુભવી હતી. અને વિદેશી મહેમાનો દ્વારા એકતા અને ભાઈચારાના દર્શન કરાવ્યા હતા.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત બાદ ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોનએ વિઝિટ બુકમાં પોતાના પ્રતિભાવમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને એકતાનગરની ધરતી પર ઉતારેલા પ્રકલ્પોની પ્રશંશા કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code