ઈઝરાયલી સેનાએ પળવારમાં ગાઝાની યુનિવર્સિટીને રાખના ઢગલામાં તબ્દીલ કરી, અમેરિકા થયું નારાજ
તેલઅવીવ: ગાઝા પર ચાલી રહેલા ઈઝરાયલી હુમલાઓની વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પેલેસ્ટાઈનની એક યૂનિવર્સિટીને બોમ્બથી ઉડાડી દેવામાં આવી છે. આનો વીડિયો સોશયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે યૂનિવર્સિટીના મુખ્ય કેમ્પસને એક જ ઝાટકામાં બોમ્બથી ઉડાડી દેવામાં આવે છે. શાંત અને ખાલી પડેલા કેમ્પસમાં વિસ્ફોટ થાય છે અને આખું પરિસર આગના ગોળામાં તબ્દીલ થઈને સેંકડોમાં રાખનો ઢગલો બની જાય છે. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આસપાસની ઈમારતો પણ હચમચી જાય છે.
Birzeit University condemns the brutal assault and bombing of @Al-Israa University campus by the Israeli occupation south of #Gaza city, this occurred after seventy days of the occupation occupying the campus; turning it into their base, and military barracks for their forces pic.twitter.com/vot9s1z3tz
— Birzeit University (@BirzeitU) January 18, 2024
અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડેવિડ મિલરે જ્યારે આના સંદર્ભે સવાલ કર્યો, તો તેમણે કોઈઈ ટીપ્પણી કરવાનો ઈન્કાર કર્યો. તેમનું કહેવું હતું કે આના સંદર્ભે તેમને વધારે જાણકારી નથી. અલ ઈસરા યૂનિવર્સિટીના આ કેમ્પસને લઈને ઈઝરાયલે દાવો કર્યો હતો કે આને હમાસે પોતાનો કેમ્પ બનાવી લીધી ચહતી. યૂનિવર્સિટી પરિસરને તેણે પોતાના આતંકીઓના છૂપાવવા અને હથિયારો રાખવાનું ઠેકાણું બનાવી દીધું હતું. એક શૈક્ષણિક સંસ્થા પર હુમલાને લઈને ઈઝરાયલની આકરી આલોચના થઈ રહી છે. તેના જવાબમાં ઈઝરાયલે કહ્યું છે કે ત્યાં કોઈ અભ્યાસ થઈ રહ્યો ન હતો. તે આતંકી ઠેકાણું બની ગઈ હતી.
પેલેસ્ટાઈન દ્વારા દાવો કરાવામાં આવ્યો છે કે યૂનિવર્સિટી કેમ્પસની સાથે જ નેશનલ મ્યુઝિયમને પણ તબાહ કરી દેવામાં આવ્યું છે. આ મ્યુઝિયમ પણ યૂનિવર્સિટી તરફથી જ બનાવવામાં આવ્યું હતું. આ યૂનિવર્સિટી ખાન યૂનિસ શહેરમાં છે. ત્યાં હમાસના આતંકીઓએ પોતાનું ઠેકાણું બનાવી રાખ્યું છે. આ દરમિયાન પેલેસ્ટાઈની સંગઠનોનો દાવો છે કે ઈઝરાયલે રાત્રિ દરમિયાન કરેલા હુમલામાં ગાઝાપટ્ટીમાં 77 લોકોના જીવ ગયા છે. મહત્વપૂર્ણ છે કે ઈઝરાયલ પર સાતમી ઓક્ટોબરે હમાસે હુમલો કર્યો હતો. તેના પછી ઈઝરાયલ સતત ગાઝા પટ્ટી પર હુમલા કરી રહ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે આ હુમલામાં અત્યાર સુધીમાં 25 હજારથી વધુ લોકો માર્યા ગયા છે. ગાઝાની કુલ વસ્તીના 85 ટકા એટલે કે 24 લાખ લોકોને પલાયન કરવું પડયું છે. પરિસ્થિતિ એ છે કે ગાઝાપટ્ટીમાં ખાણીપીણી, ઈંધણ, દવાઓની ભારે અછત સર્જાય છે. ઘણાં શહેરોમાં તો લોકો તરસથી તડપી રહ્યા છે અને ટેન્કરોથી પાણીની અનિયમિત સપ્લાય થઈ શકે છે.