ઇઝરાયલમાં બની નવી સરકાર, નફ્તાલી બેનેટે વડાપ્રધાન તરીકે લીધા શપથ
- ઇઝરાયલમાં નવી સરકારની થઇ રચના
- નફ્તાલી બેનેટે બન્યા ઇઝરાયલના વડાપ્રધાન
- બેન્જામિન નેતન્યાહુના શાસનનો આવ્યો અંત
દિલ્હી : ઇઝરાયલની સંસદે રવિવારે નવી સરકારની રચનાને મંજૂરી આપી હતી. 60 ધારાસભ્યોનો મત મેળવીને નફ્તાલી બેનેટે રવિવારે ઇઝરાયલના કેસેટમાં એક મહત્વપૂર્ણ વિજય મેળવ્યો હતો. આ સાથે ઇઝરાયલના લાંબા સમય સુધી કાર્યરત વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનો કાર્યકાળ પૂરો થયો. એક દાયકાથી વધુ સમયમાં પ્રથમ વખત બેનેટે બહુમતી પ્રાપ્ત કર્યા પછી દેશના પ્રથમ નવા નેતા તરીકે શપથ લીધા.
નફ્તાલી બેનેટે રવિવારે ઇઝરાયલના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા, જેમાં બેન્જામિન નેતન્યાહૂની 12 વર્ષ સુધીની પદની સૌથી લાંબી મુદત પૂરી થઈ હતી. યામિના પાર્ટીના 49 વર્ષીય નેતાએ સંસદમાં બહુમતી પ્રાપ્ત કર્યા બાદ રવિવારે શપથ લીધા હતા.
નવી સરકારમાં 27 મંત્રીઓ છે જેમાંથી નવ મહિલાઓ છે. બેનેટ 120 સદસ્યીય સદનમાં 60 સાંસદોની સાથે સામાન્ય બહુમતીવાળી સરકારનું નેતૃત્વ કરશે. નવી સરકાર માટે જુદી -જુદી વિચારધારા ધરાવતા પક્ષોએ ગઠબંધન કર્યું છે.તેમાંથી દક્ષિણપંથી, વામ, મધ્યમાર્ગીની સાથે અરબ સમુદાયની એક પાર્ટી પણ છે.
ઇઝરાયલના વડાપ્રધાન નફ્તાલી બેનેટે મત પૂર્વે કહ્યું હતું કે, ઈરાન સાથે આંતરરાષ્ટ્રીય પરમાણુ કરારને ફરીથી સ્થાપિત કરવામાં મોટી ભૂલ થશે. સંસદમાં એક ભાષણમાં બેનેટે કહ્યું કે ઇઝરાયલ ઈરાન વિરુદ્ધ કાર્યવાહી કરવા તૈયાર છે. ઇઝરાયલ ઈરાનને પરમાણુ શસ્ત્રોથી સજ્જ નહીં થવા દેશે.