Site icon Revoi.in

ઈઝરાયલના પેગાસસ સોફ્ટવેર દ્વારા દેશના 300થી વધુ નેતાઓ,પત્રકારોની જાસૂસીનો દાવો

Social Share

 

દિલ્હીઃ ઇઝરાઇલી કંપની એનએસઓના પેગાસસ સોફ્ટવેરથી ભારતમાં 300 થી વધુ પ્રમાણિત ફોન નંબરોને કથિત રૂપે હેક કરવામાં આવ્યા હતા. જેમાં બે  હાલના બે કેન્દ્રીય પ્રધાનો, ત્રણ વિપક્ષી નેતાઓ, 40 થી વધુ પત્રકારો, એક ન્યાયાધીશ અને સુરક્ષા એજન્સીઓના ભૂતપૂર્વ અને વર્તમાન વડાઓ ઉપરાંત અનેક ઉદ્યોગપતિઓ અને કાર્યકરોના ફોન નંબરનો સમાવેશ થાય છે.

વિતેલા દિવસને રવિવારે આ સમગ્ર મામલે સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, આજે રાત્રે વોશિંગ્ટન પોસ્ટ અને લંડન ગાર્ડિયન મોદી કેબિનેટના મંત્રીઓ, આરએસએસના નેતાઓ, સુપ્રીમ કોર્ટના જજો અને પત્રકારોના ફોન ટેપ કરવા માટે ઈઝરાયેલની કંપની પીગાસસને હાયર કરવામાં આવી હોવાનો રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવશે. જો મને આ બાબતની પુષ્ટી મળશે તો હું તેનું લીસ્ટ જાહેર કરીશ.આ ટ્વિટથી હલચલ મચવા પામી હતી

ત્યાર બાદ આ સમગ્ર બાબત  ધ ગાર્ડિયન, ધ વોશિંગ્ટન પોસ્ટ અને ધ વાયર સહિત 17 આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓ દ્વારા સંયુક્ત તપાસમાં આ વાત બહાર આવી છે. જો કે, ભારત સરકારે આ તપાસને સંપૂર્ણપણે પાયાવિહોણી ગણાવીને ફગાવી છે. આ દાવાને સરકારે નકાર્યો છે.

ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલની કંપનીનું આવર્ષ  જાસૂસી સોફ્ટવેર પીગાસસ ઑક્ટોબર ૨૦૧૯માં સમગ્ર વિશ્વમાં અંદાજે ૧ હજાર ૪૦૦થી વધુ લોકોના ફોન ટેપ કરવાના મુદ્દે ચર્ચામાં આવ્યું હતું. પીગાસીસ દ્વારા સમગ્ર વિશ્વમાં રાજદ્વારીઓ, રાજકીય અસંતુષ્ટો, પત્રકારો, વરિષ્ઠ સરકારી અધિકારીઓના ફોન ટેપ થયા હોવાનો દાવો કરાયો હતો.

જો કે, ભારત સરકારે તપાસને ફગાવી દીધી હતી અને તેને ભારતીય લોકશાહીને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું  હતું. સરકારે 2019 માં થયેલા વિવાદનો પણ ઉલ્લેખ કર્યો છે, જે અંતર્ગત, 20 સેલિબ્રિટીના ફોનમાં માલવેર દાખલ કરવા માટે વ વોહ્ટ્સએપમાં ખામી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ દાવાને પછીથી તમામ પક્ષો દ્વારા નકારવામાં આવ્યો હતો.

કેન્દ્રના જણાવ્યા મુજબ રાષ્ટ્રીય હિતની કોઈપણ બાબતમાં વ્યક્તિઓની દેખરેખ રાખવા સરકારી એજન્સીઓનો પૂર્વનિર્ધારિત પ્રોટોકોલ છે. આ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓની પરવાનગી લેવી ફરજિયાત છે. એટલું જ નહીં, પેગાસસના ઉપયોગ અંગે દાખલ કરેલી આરટીઆઈ પર કેન્દ્રનો પ્રતિસાદ પણ સર્વેલન્સ દાવાઓને યોગ્ય ઠેરવવા પૂરતો છે.