Site icon Revoi.in

ઈસરો દરરોજ 100થી વઘુ સાયબર હુમલાનો કરે છે સામનો – ઈસરો ચીફનું નિવેદન

Social Share

દિલ્હીઃ દેશભરના અનેક ક્ષેત્રોમાં સાયબર એટેકની ઘટનાઓ ઘણી બનતી હોય છએ ત્યારે આ પ્રકારના હુમલાો ભારતના સ્પેસ સેન્ટર પણ થતા હોય છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના અધ્યક્ષ એસ સોમનાથે શનિવારે કહ્યું કે દેશની સ્પેસ એજન્સી દરરોજ 100 થી વધુ સાયબર હુમલાઓનો સામનો કરી રહી છે.

આ વાત નો ઉલ્લેખ તેમણે ત્યારે કર્યો કે જ્યારે એસ સોમનાથે, કેરળના કોચીમાં બે દિવસીય આંતરરાષ્ટ્રીય સાયબર કોન્ફરન્સ c0c0n ની 16મી આવૃત્તિના સમાપન સત્રને સંબોઘિત કરી રહ્યા હતા તેમણે વઘુમાં જણાવ્યું કે રોકેટ ટેક્નોલોજીમાં સાયબર હુમલાની સંભાવના ઘણી વધારે છે, જે અતિ-આધુનિક સોફ્ટવેર અને ચિપનું સંયોજન છે. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ત્યાં વિવિધ પ્રકારના ઉપગ્રહો છે જે નેવિગેશન, જાળવણી વગેરે માટે બ્રાન્ચ કરવામાં આવે છે. આ ઉપરાંત, એવા ઉપગ્રહો પણ છે જે સામાન્ય લોકોના રોજિંદા જીવનમાં મદદ કરે છે. આ તમામ વિવિધ પ્રકારના સોફ્ટવેર દ્વારા નિયંત્રિત થાય છે. આ બધાની સુરક્ષા માટે સાયબર સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

એસ સોમનાથે કહ્યું કે અદ્યતન ટેકનોલોજી એક વરદાન છે અને સાથે સાથે ખતરો પણ છે.તેમણે કહ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આપણે સાયબર ગુનેગારો દ્વારા ઉભા થતા પડકારોનો સામનો કરી શકીએ છીએ. આ દિશામાં સંશોધન અને મહેનત થવી જોઈએ.

તેમણે કહ્યું કે સંગઠન આવા હુમલાઓનો સામનો કરવા માટે મજબૂત સાયબર સુરક્ષા નેટવર્કથી સજ્જ છે. આ બે દિવસીય આંતરરાષ્ટ્રીય સાયબર કોન્ફરન્સનું ખાસ આયોજન કેરળ પોલીસ અને માહિતી સુરક્ષા સંશોધન સંઘ (ISRA) દ્વારા કરવામાં આવ્યું હતું.

આ સહીત રોકેટની અંદર હાર્ડવેર ચિપ્સની સલામતી પર ધ્યાન આપવા બબાતે  ઈસરોના વડાએ વધુમાં કહ્યું કે સોફ્ટવેર ઉપરાંત ઈસરો રોકેટની અંદર હાર્ડવેર ચિપ્સની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરતા વિવિધ પરીક્ષણો પર પણ આગળ વધી રહ્યું છે.

તેમણે કહ્યું કે, “એક ઉપગ્રહ પર દેખરેખ રાખવાની રીત એક સમયે અનેક ઉપગ્રહોને દેખરેખ રાખવાની સોફ્ટવેરની રીતમાં બદલાઈ ગઈ છે. આ આ ક્ષેત્રની વૃદ્ધિ દર્શાવે છે. તેમણે કહ્યું, કોવિડ દરમિયાન દૂરસ્થ સ્થાનેથી “તે પ્રક્ષેપણ શક્ય હતું તે સફળતા દર્શાવે છે. ટેકનોલોજીની.હીત”