1. Home
  2. ગુજરાતી
  3. ઈસરોને હવે વિસ્ફોટક નિયમની જોગવાઈઓમાં મળી છૂટ – નહી લેવી પડે  મંજૂરી 
ઈસરોને હવે વિસ્ફોટક નિયમની જોગવાઈઓમાં મળી છૂટ – નહી લેવી પડે  મંજૂરી 

ઈસરોને હવે વિસ્ફોટક નિયમની જોગવાઈઓમાં મળી છૂટ – નહી લેવી પડે  મંજૂરી 

0
Social Share
  • ઈસરોને વિસ્ફોટક નિયમની જોગવાઈમાં મળી છૂટ
  • હવે આ માટે નહી લેવી પડે પરવાનગી

દિલ્હીઃ-  કેન્દ્ર સરકારે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનને વિસ્ફોટકોના ઉપયોગ માટે કરાયેલી જોગવાઈઓમાંથી હવે મુક્તિ આપી દીધી છે.હવેથી આ હેઠળ, સ્પેસ એજન્સીને રોકેટ માટે ઘન પ્રોપેલન્ટના ઉત્પાદન, સંગ્રહ, ઉપયોગ અને પરિવહન માટે મંજૂરી મેળવવાના નિયમમાંથી મુક્તિ મળી છે. ઉલ્લેખનીય છે કે ઘન પ્રોપેલન્ટ એ સ્પેસ રોકેટમાં વપરાતું મુખ્ય બળતણ છે.

આ પહેલા ઈસરોએ તેના ઉપયોગ માટે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડના પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન  પાસેથી લાઇસન્સ મેળવવું પડતું હતું. ડીપીઆઈઆઈટી દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, આ છૂટ કેટલીક શરતો હેઠળ આપવામાં આવી છે.

ડીપીઆઈઆઈટીના નોટિફિકેશન મુજબ, આ છૂટ અમુક શરતો હેઠળ આપવામાં આવી છે.જો કે શરતો પ્રમાણે , ઈસરોએ વિસ્ફોટકોના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન અને ઉપયોગ માટે વિસ્ફોટક સંગ્રહ અને પરિવહન સમિતિ  માર્ગદર્શિકાનું પાલન તો કરવાનું જ રહેશે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code