- ઈસરોએ લોંચ કર્યો ખાસ સેટેલાઈટ
- કમ્યુનિકેશન સેટેલાઇટ સીએમએસ -01
- ટીવી અને ફોનના સિગ્નલ સુધારવામાં થશે મદદરુપ
દિલ્હીઃ-ઇસરોએ મોબાઇલ ફોનથી લઈને ટીવી પરના સિગ્નલોના સ્તરમાં સુધારો લાવવા માટે કમ્યુનિકેશન સેટેલાઇટ સીએમએસ -01 ને પીએસએલવી સી 50 રોકેટ સાથે લોંચ કર્યો છે, આ સેટેલાઈટ ગુરુવારના રોજ બપારે ચેન્નઈથી 120 કિલોમીટર દૂર શ્રીહરિકોટા ખાતે સતિષ ધવન સ્પેસ સેન્ટરનો બીજા લોન્ચ પેડ દ્રારા લોંચ કરવામાં આવ્યો છે
આ સેટેલાઈટને પૃથ્વીથી ઉચ્ચ કક્ષામાં સ્થાપિત કરાશે
સીએમએસ -01 પૃથ્વીની કક્ષામાં સૌથી ઊંચા અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો, 42,164 કિમીના સૌથી દૂરસ્થ બિંદુ પર સ્થાપિત કરવામાં આવશે. જ્યારે આ ભ્રમણકક્ષામાં સ્થાપિત થશે, ત્યારે આ ઉપગ્રહ એ જ ઝડપથી પૃથ્વીની આસપાસ ફરશે અને પૃથ્વી પરથી જોવામાં આવે ત્યારે આકાશમાં કોઈ સ્થાને સ્થાયી હોવાનો ભ્રમ લાગશે .
ઈસરોએ આ અંગે જણાવ્યું છે કે, પીએસએલવી-સી 50 રોકેટમાં સ્થાપિત ક્રાય પછી 25 કલાક લાંબુ કાઉન્ટડાઉન શરૂ કરવામાં આવ્યું. જો કે ઇસરોએ એમ પણ કહ્યું હતું કે ઉપગ્રહનું લોકાર્પણ હવામાનની સ્થિતિ પર પણ નિર્ભર રહેશે. આ પોલર સેટેલાઈટ લોંચ વ્હિકલનું 52 મું મિશન છે.
આ સેટેલાઈટની મદદથી ટેલિકમ્યુનિકેશંસ સેવાઓમાં સુધારો થશે
સીએમએસ -01 (જેનું પહેલા નામ જીસેટ -12 આર0 હતું) ઇસરોનો 42 મો સંચાર ઉપગ્રહ છે અને આ સંદેશાવ્યવહાર ઉપગ્રહ આવર્તન સ્પેક્ટ્રમના વિસ્તૃત સી બેન્ડમાં સેવા પ્રદાન કરશે. જેના દાયરામાં ભારતની મુખ્ય ભૂમિ અંડમાન,નિકોબાર અને લક્ષદિપ સમૂહ છે.
શ્રીહરિકોટામાં સતિષ ધવન સેન્ટરથી આ 77 મો લોન્ચ વ્હિકલ મિશન હશે. પીએસએલવી-સી 50 મિશન પર પેલોડ તરીકે એકલા મુસાફરી કરી રહેલા સીએમએસ -01 સેટેલાઇટથી ટેલિકમ્યુનિકેશંસ સેવાઓમાં નોંધપાત્ર સુધારો કરવામાં મદદરુપ થશે.
આવનારા 7 વર્ષ સુધી આ સેટેલાઈટ આપશે સેવા
આ સેટેલાઈટની મદદથી ટીવી ચેનલોના દ્રશ્યોની ગુણવત્તામાં વઘારો થશે, આ સાથે જ ટેલી એજ્યૂકેશન, ટેલી-મેડિસન આગળ ધપાવવા તેમજ આપત્તિ વ્યવસ્થાપનમાં મદદ મળશે. આ સેટેલાઇટ 2011 માં લોન્ચ થયેલા જીસેટ -2 ટેલિકમ્યુનિકેશન્સ સેટેલાઇટની જગ્યા લેશે. સીએમએસ -01 આવનારા સાત વર્ષ માટે સેવા આપશે
સાહિન-