- ઈસરોને સેટેલાઈટ લોન્ચ કરવામાં મળી નિષ્ફળતા
- આજે વહેલી સવારે ઈઓએસ-03 સેટેલાઈટ લોન્ચ કર્યો હતો
- ત્રીજા ચરણમાં એન્જિન ખરાબ થતા મિશન થયું ફેલ
દિલ્હીઃઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પહેલા ઇઓએસ -03 ઉપગ્રહનું પ્રક્ષેપણ નિષ્ફળ રહ્યું છે. ઈસરોના આ મિશનને મોટો ફટકો પડ્યો છે. એન્જિનમાં ખરાબીના કારણે લોન્ચિંગ સમયના 10 સેકન્ડ આગળ જ તેને લોન્ચ કરવાનું ટાળવામાં આવ્યું હતું
ઈસરો દ્વારા આ સેટેલાઈટ અવકાશમાંથી પૃથ્વી પર નજર રાખવાની ક્ષમતા ઘરાવતો ઉપગ્રહ હતો, જેને કારણે તેને દેશની તેજ આંખો પણ કહેવામાં આવી હતી,પરંતુ ઈસરોનું આ મિશન અધૂરું રહ્યું. ઇસરોએ આજે સવારે 5:43 વાગ્યે GSLV-F10 મારફતે પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ EOS-03 નું પ્રક્ષેપણ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી શરૂ કર્યું હતું. તે પ્રથમ બે તબક્કામાં સફળતાપૂર્વક આગળ વધ્યું હતું, પરંતુ ત્રીજા તબક્કામાં તેનું ક્રાયોજેનિક એન્જિનમાં ખરાબી સર્જાતા તે સફળ બન્યું નહી.
GSLV-F10 lifts off successfully from Satish Dhawan Space Centre, Sriharikota#GSLV-F10 #EOS03 #ISRO pic.twitter.com/iXZfHd7YdZ
— ISRO (@isro) August 12, 2021
સ્પેસફ્લાઇટ નાઉ અનુસાર, ઇસરો ઇઓએસ -03 ઉપગ્રહને ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવા નિષ્ફળ રહ્યું છે. ISRO એ પુષ્ટિ કરી છે કે જીએસએલવી એમકે.2 ક્રાયોજેનિક સ્ટેજમાં જોવા મળતી ખામીને કારણે આજે લોન્ચ નિષ્ફળ થયું. 2017 પછી ભારતીય અવકાશ પ્રક્ષેપણમાં આ પ્રથમ નિષ્ફળતા છે. આ પહેલા ઇસરોના સતત 14 મિશન સફળ રહ્યા હતા.
ઈસરોએ આજે સવારે 5.43 વાગ્યેસેટેલાઈટ લોન્ચિંગ શરુ કર્યું હતું. તમામ ચરણ નિર્ધારિત સમય મુજબ પૂર્ણ થયા. પરંતુ ત્રીજા તબક્કામાં ઇઓએસ -3 ને અલગ પાડતા પહેલા, ક્રાયોજેનિક એન્જિનમાં કેટલીક તકનીકી ખામી સર્જાય હતી, જેના કારણે ઇસરોએને ડેટા મળવાનું બંધ થી ગયું હતું. આ પછી, ઇસરોના વડાએ જાહેરાત કરી કે આ મિશન આંશિક રીતે નિષ્ફળ ગયું છે.