Site icon Revoi.in

ઈસરોએ ચંદ્રયાન-3 ના નવા ફોટો કર્યા શેર, કહ્યું મિશન શેડ્યૂલ પર છે ‘ઓલ ઈઝ વેલ’

Social Share

દિલ્હીઃ- દેશભર આવતીકાલની રાહ જોઈ રહ્યું છે દરેક લોકો ચંદ્રયાન 3 ના લેન્ડિંગને લઈને ઉત્સાહિત જોવા મળી રહ્યા છએ તો બીજી તરફ ઈસરો દ્રારા પળેપળની માહિતી એક્સ (ટ્વિટર) પર શેર કરવામાં આવી રહી છે ત્યારે હવે ઈસરો દ્રારા ચંદ્રયાનના લેટેસ્ટ ફોટોઝ શેર કરવામાં આવ્યા છે.

આ સાથે ઈસરોએ જણાવ્યું છે કે કેવી રીતે ચંદ્ર પર વિક્રમ લેન્ડરના ઉતરાણનું જીવંત પ્રસારણ જોઈ શકાય છે. 23 ઓગસ્ટે ઈસરોની વેબસાઈટ, તેની યુટ્યુબ ચેનલ, ફેસબુક અને ડીડી નેશનલ ટીવી પર સાંજે 5:27 વાગ્યાથી લાઈવ ટેલિકાસ્ટ શરૂ થશે.

ચંદ્રયાન 3 નવા ફોટો સાથે ઈસરોએ મિશન ચંદ્રયાન 3ને લઈને એક નવું અપડેટ આપ્યું છે. આ સાથે ISROએ લેન્ડર દ્વારા લેવામાં આવેલી ચંદ્રની નવા ફોટો પણ જાહેર કરી છે. ઈસરો દ્રાર કહેવામાં આવ્યું થે કે  ચંદ્રયાન મિશન શેડ્યૂલ પર છે. સ્પેસ એજન્સીએ જણાવ્યું હતું કે સિસ્ટમની નિયમિત તપાસ ચાલી રહી છે અને કામ સરળતાથી ચાલી રહ્યું છે.
મિશન ચંદ્રયાન-3 પર ખગોળશાસ્ત્રી પ્રોફેસર કેસી કપૂરે જણાવ્યું હતું કે, “લેન્ડર અને રોવર હાલમાં ચંદ્રની પ્રી-લેન્ડિંગ ભ્રમણકક્ષામાં પરિક્રમા કરી રહ્યા છે. આ (લેન્ડર અને રોવર) છેલ્લી વખતની સ્થિતિની તપાસ કર્યા બાદ તૈયાર કરવામાં આવ્યા છે. અલ્ગોરિધમને બગ ફ્રી બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, લેન્ડરની ડિઝાઈનનો મુખ્ય ભાગ એવા લેગ મિકેનિઝમને પણ મજબૂત કરવામાં આવ્યું છે.
આ સહીત ISROએ કહ્યું કે આ લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરા (LPDC) દ્વારા 19 ઓગસ્ટે લગભગ 70 કિમીની ઊંચાઈએથી લેવામાં આવેલા ચંદ્રના ફોટા છે. LPDC ફોટોગ્રાફ્સ લેન્ડર મોડ્યુલને ઓનબોર્ડ ચંદ્ર સંદર્ભ નકશા સાથે મેચ કરીને તેની સ્થિતિ નક્કી કરવામાં મદદ કરે છે.
ઉલ્લેખનીય છે કે   ચંદ્ર પર ચંદ્રયાન 3ના ઉતરાણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમિયાન, ISRO એ મિશન ચંદ્રયાન 3 ને લઈનેપળેપળે અપટેડ આપી રહ્યું છે.આજની અપટેડમાં  ઈસરોએ વિક્રમ લેન્ડર દ્વારા બનાવેલ વિડિયો પણ જાહેર કર્યો.