દિલ્હીઃ- 14 જુલાઈના રોજ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન દ્રારા ચંદ્રયાન 3 લોંચ કરવામાં આવ્યું હતું જે ભારત દેશની એક ઉપલબ્ધિ સાબિત થઈ સફળતા પૂર્વક ચંદ્ર્યાન 3ને લોંચ કરીને ઈસરોએ ઈતિહાસ રચ્યો હતો ત્યારે હવે ઈસરોના વૈજ્ઞાનિકોએ ગુરુવારે ચંદ્રયાન-3ને ચંદ્રની ભ્રમણકક્ષામાં ઉપાડવાની ચોથી કવાયત સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.
ઈસરોએ આપેલી માહિતી પ્રમાણે ચંદ્રયાન-3ને ચંદ્રની ભ્રમણકક્ષામાં ઉપાડવાની ચોથી કવાયતનું કાર્ય અહીં ઈસરો ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્કદ્વારા કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-3ની ચોથી ભ્રમણકક્ષા વધારવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી.
ચંદ્રયાન હાલમાં 71351 x 233 કિમીની ભ્રમણકક્ષામાં છે. આનો અર્થ એ થયો કે ચંદ્રયાન-3 એવી લંબગોળ ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે, જે પૃથ્વીની સૌથી નજીક 233 કિમી અને સૌથી દૂર 71351 કિમી છે. અગાઉ 18 જુલાઈના રોજ ભ્રમણકક્ષા વધારીને 51400 કિમી x 228 કિમી કરવામાં આવી હતી.
સ્પેસ એજન્સીએ એમ પણ કહ્યું કે ભ્રમણકક્ષામાં વધારો કરવા માટે પાંચમું અને અંતિમ પૃથ્વી બાઉન્ડ એન્જિન ફાયરિંગનું આયોજન 25 જુલાઈ 2023ના રોજ બપોરે 2 થી 3 વાગ્યાની વચ્ચે કરવામાં આવ્યું છે. આ પછી, અવકાશયાન પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને 31 જુલાઈ અને 1 ઓગસ્ટના મધ્યરાત્રિના સ્લિંગ શોટ દ્વારા ચંદ્ર તરફ આગળ વધશે. 5મીએ ચંદ્રનું ગુરુત્વાકર્ષણ અવકાશયાનને પકડી લેશે. તે 23મીએ ચંદ્ર પર ઉતરશે.
ઉલ્લેખનીય છે કે ઈસરોના શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી ચંદ્રયાન-3 બપોરે 2.35 વાગે લોન્ચ કરવામાં આવ્યો હતો અને લોન્ચ થયાના લગભગ 10 મિનિટમાં તે પૃથ્વીની સપાટીમાંથી બહાર પહોંચી ગયુ અને અંતરિક્ષમાં નિર્ધારિત ભ્રમણકક્ષામાં સ્થાપિત થયો હતો. ત્યારે હવે ચંદ્રની ભ્રમણકક્ષા ઉપર લાવવાની ત્રીજી કવાયત પણ સફળ રહી છે.