Site icon Revoi.in

ISRO એ ચિનૂક હેલિકોપ્ટરમી મદદ વડે પૂનઃઉપયોગ કરી શકાય તેવા પ્રક્ષેપણ વાહનનું સફળ પરીક્ષણ કરતા PM મોદી એ કરી પ્રશંસા

Social Share

દિલ્હીઃ ભઆરત ટેકનોલોજી ક્ષએત્રે ખૂબ જ આગળ વધી રહ્યું છે દિવસેને દિવસે ભારતની અનેક ઉપલબ્ધિઓ સામે આવી રહી છે ત્યારે અંતરિક્ષ ક્ષેત્રના કાર્યોમાં પણ હવે ભારતનો દબદબો જોવા મળે છે ઈસરો સતત અનેક સફળ કાર્યો પૂર્ણ કરી રહ્યું છે તેજ શ્રેણીમાં હવે ઈસરો દ્વારા પુનઃઉપયોગ કરી શકાય તેવા પ્રક્ષેપણ વાહનના સ્વ-ઉતરાણના મિશનને સફળતાપૂર્વક હાથ  ધરવામાં આવ્યું છે

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એ અવકાશ વિજ્ઞાનની દિશામાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ISRO એ રવિવારે સફળતાપૂર્વક પુનઃઉપયોગી લૉન્ચ વ્હીકલ ઓટોનોમસ લેન્ડિંગ મિશન પૂર્ણ કર્યું.ઈસરોએ  એ ડીઆરડીઓ અને ભારતીય વાયુસેનાના સહયોગથી 2 એપ્રિલ, 2023 ના રોજ વહેલી સવારે એરોનોટિકલ ટેસ્ટ રેન્જ (ATR), ચિત્રદુર્ગ, કર્ણાટક ખાતે ‘રીયુઝેબલ લોન્ચ વ્હીકલ સેલ્ફ-લેન્ડિંગ મિશન  સફળતાપૂર્વક હાથ ધર્યું હતું ત્યારે હવે આ સફળ કાર્યોને લઈને દેશના પ્રધાનમંત્રી મોદીએ ઈસરોની પ્રસંશો કરી તેઓને અભિનંદ પાઠ્વ્યા છે.

ISRO દ્વારા અનેક ટ્વિટના જવાબમાં, વડાપ્રધાને ટ્વિટ કર્યું;”શાનદાર ટીમ પ્રયાસ. આ સિદ્ધિ અમને “પુનઃઉપયોગ કરી શકાય તેવા ભારતીય પ્રક્ષેપણ વાહનની અનુભૂતિની એક પગલું નજીક લાવે છે”.

ઉલ્લેખનીય છએ કે ઈસરો દ્રારા  આ પરીક્ષણ કર્ણાટકમાં ચિત્રદુર્ગ એરોનોટિકલ ટેસ્ટ રેન્જમાં કરવામાં આવ્યું હતું. આમાં વાયુસેનાના ચિનૂક હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.પુનઃઉપયોગી લોન્ચ વ્હીકલ (RLV) એ એક રોકેટ છે જે અવકાશમાંથી પૃથ્વી પર સુરક્ષિત રીતે પાછા ફરવા સક્ષમ છે. આવા રોકેટનો વારંવાર ઉપયોગ શક્ય છે.

આ સફળ પરિક્ષણથી ભારતને ભવિષ્યમાં તેનું સ્પેસ શટલ તૈયાર કરવામાં પણ મદદ મળશે. ISROએ જણાવ્યું હતું કે, “આ સ્વાયત્ત લેન્ડિંગ મિશન સાથે, અમે ભારતનું પોતાનું પુનઃઉપયોગ કરી શકાય તેવું પ્રક્ષેપણ વાહન રાખવાના સ્વપ્નને પૂર્ણ કરવાની દિશામાં વધુ એક પગલું ભર્યું છે.”