Site icon Revoi.in

ઈસરો આજે ઈતિહાસ રચશે, સૌથી નાનુ રોકેટ ‘SSLV-D2’ શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવાની તૈયારીમાં

Social Share

દિલ્હીઃ- દેશ અનેક મોર્ચે સતત આગળ વધી રહ્યો છે ત્યારે સેટેલાઈટ ક્ષેત્રમાં પણ ભારત હવે વિશ્વ સાથે કદમ મીલાવી રહ્યું છે ત્યારે આજરોજ ઈસરો ફરી ઈતિહાસ રચવા જઈ રહ્યું છે વિગત પ્રમાણે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) તેનું પ્રથમ સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV) લોન્ચ કરવા જઈ રહ્યું છે.

 આ રોકેટ SSLV આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. ઈસરોનું સૌથી વિશ્વસનીય PSLV, પછી GSLV અને હવે SSLV લોન્ચ કરવામાં આવી રહ્યું છે. ISRO દ્વારા આ મિશન પર બે ઉપગ્રહો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ-02 (EOS02) અને આઝાદી સેટેલાઇટ (AzaadiSAT) મોકલવામાં આવી રહ્યા છે.ઈસરોના વૈજ્ઞાનિકોએ મિશન પર સેટેલાઈટ પૃથ્વીને મોકલવાની તૈયારીમાં રાત-દિવસ એક કર્યું.

 SSLV ‘લોન્ચ-ઓન-ડિમાન્ડ’ આધારે 500 કિલોગ્રામ સુધીના ઉપગ્રહોને પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં લોન્ચ કરવાની જરૂરિયાત પૂરી પાડે છે. રોકેટ SSLV-D2 ખૂબ જ ઓછા ખર્ચે અવકાશમાં પ્રવેશ પૂરો પાડે છે, ટૂંકા ટર્ન-અરાઉન્ડ ટાઈમ અને એક સાથે અનેક ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં લોન્ચ કરવામાં સક્ષમ છે. આનું આ રોકેટ ન્યૂનતમ પ્રક્ષેપણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની માંગ કરે છે. SSLV એ 120 ટનના લિફ્ટ-ઓફ માસ સાથે 34 મીટર લાંબુ, 2 મીટર વ્યાસનું પ્રક્ષેપણ વાહન છે. રોકેટને 3 ઘન પ્રોપલ્શન સ્ટેજ અને 1 વેલોસીટી ટર્મિનલ મોડ્યુલ સાથે ગોઠવવામાં આવ્યું છે.

આ લોન્ચિંગ આજે સવારે 9:18 કલાકે થવાનું છે. તેનું નવું રોકેટ SSLV-D2 તેની 15 મિનિટની ઉડાન દરમિયાન 3 ઉપગ્રહો – ઈસરોનું EOS-07, યુએસ સ્થિત ફર્મ એન્ટારિસનું જાનુસ-1 અને ચેન્નાઈ સ્થિત સ્પેસ સ્ટાર્ટઅપ SpaceKidzનું AzaadiSAT-2 450 કિમીની ભ્રમણકક્ષામાં લઈ જશે.