પ્રાપ્ત વિગત પ્રમાણે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ના એક મહિલા વૈજ્ઞાનિક કે જેઓ ચંદ્રયાન મિશન સાથે જોડાયેલા હતા તેમણે આ દુનિયાને અલવિદા કહી આ દુનિયામાંથી વિદાય લીઘી છે.
ઈસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક ડૉ. પી.વી. વેંકટકૃષ્ણએ વલરામથીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. શ્રીહરિકોટાથી ઈસરોના ભાવિ મિશનના કાઉન્ટડાઉન માટે હવે વલરામથીનો અવાજ સંભળાશે નહીં, એમ તેમણે જણાવ્યું હતું. ચંદ્રયાન-3 તેનું છેલ્લું કાઉન્ટડાઉન હતું.
ભારત અને ઈસરોના મૂન મિશન એટલે કે ચંદ્રયાન-3ના કાઉન્ટડાઉનની ગણતરી કરતો અવાજ કાયમ માટેબંઘ થી ગયો છે.ચંદ્રયાન 3નું કાઉન્ટડાઉનને અવાજ આપનારા મહિલા વૈજ્ઞાનિક વલરામથીનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે.
ચંદ્રયાન-3 મિશન લોન્ચ વખતે પોતાના અનોખા અવાજમાં ઘોષણાઓ કરનાર વલરામથીએ રવિવારે સાંજે દુનિયાને અલવિદા કહ્યું છે તેમના નિધનથી ઈસરોના વૈજ્ઞાનિકોમાં શોકની લાગણી છવાઈ છે.
તમિલનાડુના અરિયાલુરના રહેવાસી વલરામથીનું રવિવારે સાંજે નિધન થયું હતું. રાજધાની ચેન્નાઈમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. ચંદ્રયાન 3, જે આ વર્ષે 23 ઓગસ્ટે ચંદ્રના ઉત્તર ધ્રુવ પર ઉતર્યું હતું, તેને 14 જુલાઈએ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન વલરામથી દ્વારા અવાજ આપવામાં આવ્યો હતો