આજે શ્રીહરિકોટાના સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રથી EOS-01 લોન્ચ કરશે
- ઇસરો લોન્ચ કરશે અર્થ ઓબઝર્વેશન સેટેલાઈટ
- શ્રીહરિકોટાના સતીષ ધવન EOS-01 કરશે લોન્ચ
- લોન્ચ વ્હીકલમાં ઇંધણ ભરવાનું કામ થયું પૂર્ણ
બેંગ્લોર: ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા આજે શ્રીહરિકોટાના સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રથી EOS-01 લોન્ચ કરવા જઇ રહ્યા છે. આ લોન્ચ બપોરે 3 વાગ્યા પછી થશે. સેટેલાઇટને પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ C49 રોકેટથી અંતરિક્ષમાં પહોંચાડવામાં આવશે. લોન્ચિંગ માટે વ્હીલચેર PSLV ઇંધણ ભરવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. PSLV દ્વારા આ વખતે અર્થ ઓબઝર્વેશન સિવાય 9 વિદેશી સેટેલાઈટ પણ મોકલવામાં આવશે.
PSLV દ્વારા નવા સેટેલાઈટ અંતરિક્ષમાં મોકલવામાં આવી રહ્યા છે. તેના દ્વારા પૃથ્વી પર દેખરેખ વધુ સારી રહેશે. આ સેટેલાઈટ વાદળોની વચ્ચે પણ પૃથ્વીને જોઈ શકે છે અને સ્પષ્ટ ફોટો પાડીને મોકલી શકે છે. દિવસ હોય કે રાત, તે ગમે ત્યારે ફોટો પાડીને મોકલી શકે છે, જે મોનિટર કરવા માટે ખૂબ મદદરૂપ થશે.
આ રોકેટ વેરિઅન્ટનો પ્રથમવાર 24 જાન્યુઆરી 2019ના રોજ ઓર્બિટ માઇક્રોસેટ આર સેટેલાઇટમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. PSLV એ ચાર સ્ટેજ / એન્જિન રોકેટ છે, જે સોલિડ અને લિક્વિડ ઇંધણ દ્વારા વૈકલ્પિક રૂપથી છ બૂસ્ટર મોટર્સ સાથે સંચાલિત કરવામાં આવે છે. જે પ્રારંભિક ઉડાન દરમિયાન ઉંચી ઝડપે પહોંચાડવા માટે પ્રથમ તબક્કે સ્ટ્રેપ થાય છે. આ સેટેલાઇટના લોન્ચનું સીધું પ્રસારણ ઇસરોની વેબસાઇટ, યુટ્યુબ, ફેસબુક અને ટ્વિટર ચેનલો પર જોઇ શકાય છે.
_Devanshi