દિલ્હીઃ- ઈન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર દ્રારા તાજેતરમાં આદિત્ય એલ 1 લોંચ કરવામાં આવ્યું જે સુર્યમિશન સફળતા પૂર્વક લોંચ થયા બાજ ઈસરો પળેપળની અપટેજ આપી રહ્યું છે ત્યારે હવે આદિત્ય એલ 1 એ સુર્યની તરફ વઘુ એક ગડલું આગળ માંડ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારતીય અવકાશ એજન્સી દ્વારા સૂર્ય પર સંશોધન માટે મોકલવામાં આવેલ આદિત્ય એલ-1 સફળતાપૂર્વક બીજી ભ્રમણકક્ષામાં પ્રવેશી ચૂક્યું છે. આ બાબતને લઈનેઈસરોએ એક્સ પર પોસ્ટ શેર કરીને માહિતી આપી છે.
પોસ્ટ શેર કરતા ઈસરોએ જણાવ્યું કે આદિત્ય એલ-1 એ 5 સપ્ટેમ્બરની રાત્રે 2 વાગ્યેને 45 મિનિટે બીજી ભ્રમણકક્ષામાં પ્રવેશ કર્યો છે. હવે આદિત્ય એલ-1 10 સપ્ટેમ્બરે રાત્રે 2.30 વાગ્યે ત્રીજી ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે.