- ભારતીય કરન્સીનું ન કરો અપમાન
- ભારતીય કરન્સીનો અસ્વીકાર તે ગંભીર અપરાધ
- ગુજરાતમાં વેપારીઓએ સતર્ક થવાની જરૂર
અમદાવાદ: ગુજરાતમાં આજે પણ સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાઓ પર લોકો રૂપિયા દસ અને અન્ય ચલણની નોટોને લેવાનું પસંદ કરતા નથી, તે લોકો તેનો અસ્વીકાર કરે છે. આવામાં જે લોકો દ્વારા ચલણી અથવા કરન્સીનો અસ્વીકાર કરવામાં આવે છે તે લોકોએ ભારતીય રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈનને વાંચવી જોઈએ.
આરબીઆઈની ગાઈડલાઈન પ્રમાણે તમામ પ્રકારના ચલણ અસ્તિત્વમાં છે અને સરકારે કોઇ સિક્કા કે નાની રકમની નોટોનો ઉપયોગ બંધ કરાવ્યો નથી જેથી જે કોઇ લેવાનો ઇન્કાર કરે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થઇ શકે છે. ભારતીય ચલણનો અસ્વિકાર કરીને કેટલાક વ્યાપારીઓ રાજ્યમાં અવિશ્વાસનું વાતાવરણ ઉભું કરે છે. આ ભંગ બદલ વેપારી સામે દંડાત્મક પગલાં લઇ શકાય છે. કોઇ વેપારી જો કોઇપણ જાતના ચલણી સિક્કા કે નોટો સ્વિકારે નહીં તો આરબીઆઇમાં ફરિયાદ થઇ શકે છે, જેની સાથે સાથે ગ્રાહક સુરક્ષાની કચેરીમાં પણ ફરિયાદ કરી શકાય છે.
રાજ્યના નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક સુરક્ષાની કચેરીએ જણાવ્યું છે કે ભારતીય રીઝર્વ બેન્ક દ્વારા માન્ય ભારતીય ચલણનો અસ્વિકાર એ ગંભીર પ્રકારનો ગુનો છે. આરબીઆઇ એક્ટ 1934નો તેમાં ભંગ થાય છે એ ઉપરાંત ગ્રાહક સુરક્ષા અધિનિયમનો પણ ભંગ થાય છે.
ઉલ્લેખનીય છે કે જો તમારી સાથે આવું થતું હોય, તમારી પાસે રહેલો તો તમે પણ એક રૂપિયો, પાંચ રૂપિયા કે દસ રૂપિયાના સિક્કા ચલણમાં હોવા છતાં કેટલાક વ્યાપારીઓ સ્વિકારતા નથી તો તે ગુનો છે અને તેની ફરિયાદ તમે રાજ્યમાં કોઇપણ નાગરિક ટોલ-ફ્રી નંબર 079-232-55700 પર સંપર્ક કરી કસૂરવાર વેપારી સામે ફરિયાદ કરી શકે છે.