Site icon Revoi.in

બાળકોની ત્વચાનું ધ્યાન રાખવું પણ જરૂરી, અપનાવો આ ખાસ ટીપ્સ

Social Share

આમ તો તમામ લોકો પોતાના શરીરની તથા સ્વાસ્થ્યની કાળજી તો લેતા હોય છે. જાત જાતના મસાજ, ફેસપેક તથા અન્ય રીતે પોતાની કાળજી રાખતા હોય છે. પણ આની સાથે સાથે લોકોએ બાળકોની ત્વચાની પણ કાળજી લેવી જોઈએ અને તે જરૂરી પણ છે.

આજકાલની જંકફૂડની આદત, પોલ્યુશન વાળુ વાતાવરણ અને વર્કલોડના કારણે કદાચ લોકો બાળકોનું ન તો જમવામાં, ન તો ફરવામાં અને ન તો અન્ય રીતે ધ્યાન આપી શકે છે. તો આવા સમયમાં દરેક માતા-પિતાએ ધ્યાન રાખવુ જોઈએ કે તેમના બાળકની તથા તેની ત્વચાની કાળજી કેવી રીતે રાખવી જોઈએ.

ખાસ ધ્યાન રાખો કે તમારું બાળક 8 થી 9 કલાક નિંદ્રા લે. રાત્રે વહેલું સુવડાવો અને સવારે વહેલું ઉઠવાની આદત પાડો. રૂમમાં હવા-ઉજાસ આવતો હોવો જોઈએ. બાળકનો નાઈટ ડ્રેસ ખૂલતો અને સુંવાળો હોય તેનું ધ્યાન રાખવું.

ત્વચાને સાફ કરવા માટે સાબુ સરળ ઉપાય છે. પરંતુ શ્રેષ્ઠ ઇલાજ નથી. મદદરૂપ થાય તેવા કુદરતી ક્લીન્ઝર ટ્રાય કરી જુઓ. જેથી બેક્ટેરિયા ઉત્પન્ન ન થાય. મગની દાળ, દૂધ, હળદર અને દૂધની પેસ્ટ નેચરલ ક્લીનઝર છે. એ ત્વચાને સાફ કરે છે તથા ત્વચાને કોમળ અને ચમકદાર પણ બનાવે છે.

મોઈશ્ચરાઈઝર ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાનું વહેલું શરૂ કરો. પરંતુ તેને કુદરતી સામગ્રીથી જ કરો. પપૈયા, કેળા જેવા ફળો અને મધ, દહીં કે છાશમાં મિક્સ કરીને તેનો ઉપયોગ કરો. તમારા સંતાનની ત્વચા પર તેલ પણ લગાવી શકો છો. કોણી, ઘૂંટણ અને એડી જેવા ભાગો પર પણ વિશેષ ધ્યાન આપવું. કારણકે જલ્દી કાળા થઈ જાય છે. લીંબુનો રસ, દૂધ અને મધ બે ટેબલ સ્પૂન માં મિક્સ કરી લગાવવાથી લાંબા ગાળા સુધી અસર રહે છે.

નાના બાળકને જ્યારે આ પેસ્ટ શરીર પર લગાવવાનું ગમતું ન હોય ત્યારે બાથરૂમ ત્વચાની કાળજી લેવા માટે શ્રેષ્ઠ છે. બાળકને હૂંફાળા પાણીથી જ સ્નાન કરાવો. મહિનામાં એકવાર જીલેટીન મિશ્રિત હૂંફાળા પાણીથી સ્નાન કરાવો. કેમિકલવાળા શેમ્પુ વાળના કુદરતી ઓઇલ નષ્ટ કરે છે. તેને બદલે અરીઠા, શિકાકાઈ ને પાણીમાં ઉકાળી તેનાથી વાળ ધોવાથી ફાયદો થાય છે.