- આંખો પર કાકંડી અને બટાકાની સ્લાઈસ 10 મિનિટ સુધી રાખો
- બહારથી જ્યારે ઘરમાં આવો ત્યારે ઠંડા પાણીથી આંખ સાફ કરો
- ગુલાબજળમાં કોટન પલાળીને આંખો પર મૂકી રાખો
ઉનાળાની ગરમીથી લોકો તૌબા પોકારી ઉઠ્યા છે, એમા પણ જો બપોરના સમયે ઘરની બહાર નિતકળવાનું થાય અને પછી જ્યારે ઘરમાં આવીએ ત્યારે આંખોમાં બળતરા થવી ,આંખો લાલ થવી, આંખોમાંથી પાણી નિકળવું આવી સમસ્યાઓ રહે છે,જેી ગરમીની સિઝનમાં આપણી આખોંની ખાસ કાળજી રાખવી જોઈએ, તમે ઘરમાં રહેલી વસ્તુઓથી ગરમીથી આંખોને ઠંડક આપી શકો છો, તો ચાલો જોઈએ આંખોને ઠંડક આપવાની કેટલી ટિપ્સ.
આંખોને આરામ આપવા માટે અપનાવો આ કેટલીક ઘરેલું ટિપ્સ
જો તમે ઘરની બહાર ગયા હોય અને ઘરે આવો ત્યારે સૌ પ્રથમ ઠંડા પાણીની ફેશવોશ કરીને આંખો પર પાણીની છાલક મારીલો.
ગુલાબજળમાં કોટન ડૂબોળીને આંખો ઉપર 2 મિનિટ સુધી રહેવાદો આ દરમિયાન આંખો બંઘ રાખો, આમ કરવાથી આંખોને ઠંડક મળે છે.
જો તમને ખૂબ ગરમી લાગતી હોય તો તમે માથાના વાળમાં સાદી મહેંદી પલાળીને લગાની શકો છો,જેનમાથી આંખોમાંથી પાણી વટે ગરમી બહાર આવે છે અને આંખોને ઠઁડક મળે છે.
આ સાથે જ એક સ્ટિલની ચમચીને પહેલા ફ્રીજમાં 1 કલાક સુધી રહેવાદો ત્આર બાજ ઠંડી ચમચી વડે તમે આંખોને આરામ આપી શકો છો ,આ ઠંડી ચમચી આંખો પર 5 મિનિટ ફેરવતા રહો આમ કરવાથી આંખોને આરામ મળશે.
આ સાથે જ ઠંડા દૂધથી પણ આંખોને આરામ મળી શકે છે જેથી આંખો પર ડાર્ક સર્કલ થશે નહી,ઠંડુ દૂધ લો અને તેમાં રુ પલાળીને પછી તેને દસ મિનિટ માટે આંખો પર રાખો. તે આંખનો થાક દૂર થાય છે અને આંખોમાં બળતરા થતી હોય તો રાહત મળે છે.