- કોરોનાથી બચવા વેક્સિન જરૂરી
- એસ્ટ્રેજેનેકાને પહેલા ડોઝ બાદ ફાઈઝર ફાયદાકારક
- સંશોધનમાં થયો દાવો
દિલ્લી: કોરોનાની સામે વેક્સિનને લઈને સ્પેનમાં કરવામાં આવેલા એક સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, એસ્ટ્રાઝેનેકાનો પહેલો ડોઝ પ્રાપ્ત કરી ચુકેલા લોકો માટે ફાઇઝરની રસી લેવીએ સલામત અને અસરકારક છે. આ સ્ટડીમાં 18–59 વર્ષની વયના 670 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમણે એસ્ટ્રાઝેનેકાનો પ્રથમ ડોઝ લીધો હતો.
સ્પેનમાં થયેલા કોમ્બિવેક્સ સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, એસ્ટ્રાઝેનેકાની બદલે બીજા ડોઝ કરતાં ફાઇઝર રસી મેળવનારાઓમાં IgG એન્ટિબોડીઝની હાજરી 30 થી 40 ગણી વધારે હતી. ફાઇઝરનો ડોઝ લીધા બાદ શરીરમાં એન્ટિબોડીઝની હાજરી પણ વધુ શક્તિશાળી બની ગઈ. આ અસર એસ્ટ્રાઝેનેકાની રસી કરતા બમણી છે.
સ્ટડીમાં સામેલ ડોકટર મૈગ્ડાલેના કૈમ્પિન્સે કહ્યું હતું કે, અભ્યાસ દરમિયાન માત્ર 1.7 ટકા લોકોમાં ગંભીર આડઅસરો જોવા મળી છે. તેમણે કહ્યું કે, ‘આવા કોઈ લક્ષણો મળ્યા નથી, જેને ગંભીર ગણી શકાય.’
આ કેસમાં ઈમ્યુન પ્રતિક્રિયાને લઈને કોઈ ખુલાસો થયો નથી.આ અંગેના ડેટા આવનાર કેટલાક મહિનાઓમાં સામે આવી શકે છે. ખરેખર, આ સ્ટડીનો ઉદ્દેશ 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે એસ્ટ્રાઝેનેકાના વિકલ્પને શોધવાનો હતો. કારણકે, લોહી ગંઠાઈ જવાને લીધે એસ્ટ્રાઝેનેકા રસીના મર્યાદિત ઉપયોગની વાત કહેવામાં આવી હતી.