Site icon Revoi.in

રાજ્યના તમામ ઘરે પાણીના નળ કનેકશન આવી ગયાનો દાવો

Social Share

અમદાવાદઃ દેશમાં તમામ લોકોને પીવાનું ચોખુ પાણી ઘરે જ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા હર ઘર નલ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ગુજરાતમાં 100 ટકા હર ઘર જળ રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને રાજ્યમાં 100 ટકા હર ઘર જળ રાજ્ય જાહેર કર્યું હતું.

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ગુજરાતના દરેક ઘરે નળ કનેકશન આવી ગયા હોવાના દાવો કરતું ટ્વીટ કર્યું છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને ગુજરાતમાં 100 ટકા હર ઘર જળ રાજ્ય જાહેર કર્યું છે. હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને લખ્યું કે પીએમ મોદીના વર્ષ 2001ના સંકલ્પ બાદ ગુજરાતના ખૂણે ખૂણે જળ જરૂરીયાતને પૂર્ણ કરવાનું વચન તેના નિર્ધારીત સમય કરતા બે વર્ષ પહેલા જ પૂર્ણ થયું છે.

નર્મદા વોટર ગ્રીડ, સુજલામ સુફલામ અને સૌની યોજનાના પરિણામે ગુજરાતમાં હર ઘર જળની ઉપલબ્ધિ પ્રાપ્ત થઇ છે. રાજ્ય સરકાર દ્વારા લોકોને પીવાનું પુરતુ પાણી મળી રહે તે માટે તથા ખેડૂતોને પણ સિંચાઈ માટે પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવુ આગોતરુ આયોજન કર્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા. 15મી ઓગસ્ટ 2019ના રોજ લાલ કિલ્લા પરથી જલ જીવન મિશનની જાહેરાત કરી હતી. આ મિશનનો હેતુ વર્ષ 2024 સુધીમાં દેશના દરેક ગ્રાણીણ ઘરમાં 100 નળ જોડાયનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો.