Site icon Revoi.in

આજ રોજ કલમ 370 નાબૂદ કરવાની વર્ષગાંઠ પર મહેબૂબા સહિત ઘણા નેતાઓ નજરકેદ કરાયા હોવાનો દાવો

Social Share

શ્રીનગરઃ- આજરોજ 5મી ઓગસ્ટ એટલે કે જમ્મુ કાશ્મીરને કેન્દ્ર સાશિત પ્રદેશનો દરજ્જો આપતી કલમ 370ને નાબૂદ કરવામાં આવી હતી જે એક ઐતિહાસિક નિર્ણય હતો આજે તેને 4 વર્ષ પુરા થવા પર શ્રીનગરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે જેથી કરી કોઈ અપ્રિય ઘટના ન બને .

આ સ્થિતિ વ્ચેચે સનમાચાર મળી રહ્યા છે કે જમ્મુ કાશ્મીરની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટના પ્રમુખ અને મહેબૂબા મુફ્તીએ આજે કહ્યું કે કલમ 370 નાબૂદ કરવાની ચોથી વર્ષગાંઠ પર તેમને અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓને નજરકેદમાં રાખવામાં આવ્યા છે. 

આ બાબતને લઈને મહેબુબા મુફ્તીએ ટ્વીટ કર્યું છે અને કહ્યું છે કે, મને શનિવારે પીડીપીના અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે નજરકેદ કરવામાં આવ્યા છે.  કહેવામાં આવ્યું છે કે આમ અડઘી રાત્રી બાદ કરવામાં આવ્યું છે.જ્યારે મારા પક્ષના ઘણા સભ્યોને પોલીસ સ્ટેશનોમાં ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. સામાન્ય સ્થિતિ અંગે સુપ્રીમ કોર્ટમાં ભારત સરકારના ખોટા દાવાઓ તેમના સ્ટેન્ડથી ખુલ્લા પડી ગયા છે.

એચટલું જ નહી તેમણે સરકાર પર નિશાન સાધ્યુ અને  તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે સમગ્ર શ્રીનગરમાં કલમ 370 ના ગેરકાયદેસર નાબૂદીની ‘ઉજવણી’ કરવા માટે કાશ્મીરીઓને આહ્વાન કરતા વિશાળ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે, ત્યારે લોકોની ખરી લાગણીને દબાવવા માટે ઘાતક બળનો ઉપયોગ થઈ રહ્યો છે.

આર્ટિકલ 370 પર સુનાવણી ચાલી રહી છે તેવા સમયે સુપ્રીમ કોર્ટ આ ઘટનાઓ પર ધ્યાન આપશે. આ પહેલા તેણે શુક્રવારે મોડી રાત્રે એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં પીડીપી નેતા આરિફ લાગરુને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા છે. પીડીપીએ ગઈ કાલે એક નિવેદનમાં કહ્યું હતું કે શ્રીનગર પ્રશાસને કલમ 370 નાબૂદ કરવાની ચોથી વર્ષગાંઠ પર પાર્ટીને એક કાર્યક્રમ આયોજિત કરવાની પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યાર બાદ પાર્ટી હેડક્વાર્ટર સીલ કરી દેવામાં આવ્યું હતું