Site icon Revoi.in

કોરોના વાયરસ ચીનમાંથી નથી ફેલાયો એ કહેવું મુશ્કેલ છે, પ્રથમ કેસ ચીનમાંથી જ આવ્યો હતો – ડબલ્યુ.એચ.ઓ

Social Share

જેનેવાઃ- કોરોના વાયરસને લઈને ચીન પર સતત સવાલ ઉઠતા આવ્યા છે, ત્યારે હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ઉચ્ચ અધિકારી માઈક રેયાન એ પણ કેટલાક સવાલો ઉઠાવ્યા છે, માઇક રેયાન જ્યારે જેનેવામાં વર્ચ્યુઅલ બ્રીફિંગમાં  પોતાની વાત રજુ કરી રહ્યા હતા, ત્યારે તેઓને કોરોના વાયરસ વિશે પૂછવામાં આવ્યું  હતું, ત્યારે માઈક રેયાને કહ્યું કે, “અમારા માટે એ વાત કહેવી ઘણી મુશ્કેલ છે કે ,કોરોના વાયરસ ચીનમાંમથી નથી ફેલાયો કારણ કે, કોરોનાનો પ્રથમ કેસ પહેલા ચીનમાંથી જ બહાર આવ્યો હતો” , ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસનો પહેલો કેસ ચીનથી આવ્યો હતો, જે માછલી બજારમાંથી આવ્યો હતો.

કોરોના વાયરસને લઈને ચીન પર સતત સવાલ થી રહ્યા છે, ચીનમાં પ્રથમ કેસ નોંધાયો હતો ત્યાર બાદ કોરોનાએ સમગ્ર વિશ્વને પોતાની ઝપેટમાં લીધુ હતું , ત્યાર બાદ ચીન તેમાંથી ઉગરી આવ્યું હતું અને વિશ્વની મહાસત્તા એમેરિકા તથા ભારત જેવા દેશઓ હજુ પણ તેના સામે લડત આપી જ રહ્યા છે.

આ સમગ્ર બાબતે વિવાદ સર્જયો હતો જેવે લઈને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ને પોતાના દેશથી અલગ કરી દીધુ હતું, વુહાનને કોરોનાનું કેન્દ્ર ગણાવતા ચીનએ સવાલ ઉઠાવ્યા હતા.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની તપાસ પહેલા ચીન એ આ મામલે વિતેલા દિવસ શુક્રવારના રોજ દાવો કર્યો છે કે, કોરોનાનો પ્રથમ કેસ ચીનમાં નોંધાયો હતો કતેનો અર્થ એ નથી કે કોરોના વાયરસની શરુઆત ચીનમાંથીથી છે.

આ બાબતે ચીનને ભારત પર આરોપ લગાવ્યો હતો, કહ્યું કે, ભારતમાંથી આવેલા માછલીઓના પેકેટમાંથી કોરોના વાયરસ મળી આવ્યો હતો, ચીનના નિયંત્રણ વાળઈ મીડિયાઓ એ આ અંગે ખોટા દાવાઓ કર્યા છે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આ ચીનનું સત્તાવાર વલણ છે, તો ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિઆને એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે સંક્રમણનો પહેલો કેસ ચીનમાં આવ્યો, પરંતુ તેનો અર્થ એ નથી કે કોરોના વાયરસની ઉત્પત્તિ ચીનમાં થઈ છે.

સાહીન-