આટલી વસ્તુઓ કાચી ખાવી જ વધારે ફાયદાકારક, સ્વાસ્થ્યને થશે ફાયદો
મોટાભાગે રાંધેલા શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ કેટલાક ફૂડસ એવા હોય છે જેને જો રાંધીને ખાવામાં આવે તો તેમાંથી તમામ મિનરલ્સ અને પોષક તત્વો મળતા નથી. તેથી જો તમે તમારા શરીરમાં તેમના તમામ પોષક તત્વોને એબ્ઝોર્બ કરવા માંગતા હો, તો આ ખોરાકને રાંધવાને બદલે કાચા ખાઓ. આવો જાણીએ ક્યા છે તે શાકભાજી.
- લસણ – ભારતીય રસોઈમાં, લસણનો ઉપયોગ મોટાભાગે ગ્રેવી અને સીઝનીંગ બનાવવામાં થાય છે. જેના કારણે ભોજનનો સ્વાદ વધે છે. પરંતુ જો તમે લસણને તેના ફાયદા માટે ખાવા માંગો છો, તો તેને કાચું ખાવું વધુ સારું રહેશે. લસણમાં હાજર એલિસિન એ એન્ટીબેક્ટેરિયલ એન્ઝાઇમ છે. તે કેન્સર જેવી ખતરનાક બીમારીઓને પણ શરીરમાં બનતા અટકાવે છે. લસણને રાંધવાથી એલિસિન એન્ઝાઇમ ઘટી જાય છે. જેના કારણે લસણ ખાવાના ફાયદા નથી થતા. જો તમે લસણને તેના એન્ટીબેક્ટેરિયલ ગુણો માટે ખાવ છો, તો તેને ચટણી અથવા ડિપ્સમાં કાચું ભેળવીને ખાઓ.
- ડુંગળી – લસણની જેમ ડુંગળીના ફાયદા પણ તેના એન્ટીબેક્ટેરિયલ ગુણોને કારણે છે. કાચી ડુંગળીમાં સલ્ફર અને ફિનોલિક કમ્પાઉન્ડ પણ હોય છે. જે રાંધવાથી ખતમ થઇ જાય છે અને ડુંગળી ખાવાના ફાયદા ઓછા થાય છે. તેથી જો તમે ડુંગળીનો ઉપયોગ વઘાર અથવા ગ્રેવી માટે કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે નહીં. ડુંગળીના મહત્તમ ફાયદા મેળવવા માટે તેને કાચી ખાવી જોઈએ. ખાસ કરીને ઉનાળામાં કાચી ડુંગળી ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.
- કોબીજ, ફૂલકોબી, બ્રોકોલી જેવી શાકભાજી – કોબીજ, ફૂલકોબી, બ્રોકોલી જેવી શાકભાજીને ક્રુસિફેરસ વેજીટેબલ કહેવામાં આવે છે. આ શાકભાજીને રાંધ્યા પછી ખાવાથી તેના એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબરની માત્રામાં ઘટાડો થાય છે. તેથી, આ શાકભાજી કાચા ખાવાના વધુ ફાયદા છે. પરંતુ મોટાભાગના લોકો આ શાકભાજી ખાધા પછી ગેસ્ટ્રિક અને એસિડિટીની ફરિયાદ કરે છે. એવામાં બ્રોકોલી, ફૂલકોબી અને કોબીજ જેવા શાકભાજીને બે મિનિટ રાંધીને ખાવું જોઈએ.