25મી માર્ચે લાગનારા ચંદ્રગ્રહણ વખતે આટલું ધ્યાન રાખવું જરૂરી
ભારતીય સંસ્કૃતિમાં ચંદ્રગ્રહણને લઈને વિવિધ માન્યતાઓ છે. આ વર્ષનું પ્રથન ચંદ્રગ્રહણ હોળીના દિવસે એટલે કે 25મી માર્ચના રોજ લાગશે. જેથી ગ્રહણ વખતે લોકોએ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રગ્રહણનું વિશેષ મહત્વ છે. સૂર્ય અને ચંદ્રની વચ્ચે જ્યારે પૃથ્વી આવે ત્યારે ચંદ્રગ્રહણ લાગે છે. વિજ્ઞાનમાં આને ખગોળીય ઘટના માનવામાં આવે છે. જ્યારે પૌરાણિક માન્યતાઓમાં તેને રાહુ-કેતુ સાથે જોડવામાં આવે છે.
આ વર્ષે ફાગણ મહિનાની પૂનમ એટલે 25મી માર્ચના રોજ ચંદ્રગ્રહણ લાગશે. આ જ દિવસે સમગ્ર દેશમાં હોળી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. હોળી પર ચંદ્રગ્રહણનો સંયોગ લગભગ 100 વર્ષે બની રહ્યો છે. ચંદ્રગ્રહણ સવારે 10.23 કલાકે લાગશે અને બપોરના 3.02 કલાક સુધી રહેછે. આ ચંદ્રગ્રહણ કન્યા રાશિમાં લાગશે આ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા નહીં મળે. ભારતમાં ન દેખાવાને કાણે હોળી પર આ ચંદ્રગ્રહો કોઈ પ્રભાવ નહીં પડે. જો કે, ગ્રહણનો પ્રભાવ તમામ રાશીઓ ઉપર પડશે. ચંદ્રગ્રહણ દરમિયાન કેટલીક વાતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.
જાણકારોના મતે, ચંદ્રગ્રહણ સમયે ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ બહાર ના નિકળવું જોઈએ. આ સમયે ગર્ભવતી મહિલાઓને કોઈ અણીદાર વસ્તુઓનો ઉપયોગ કરવાનું પણ ટાળવું જોઈએ. ચંદ્રગ્રહણ દરમિયાન ભૂલથી પણ દેવી-દેવતાઓની પ્રતિમાને સ્પર્શ ન કરવો જોઈએ. ચંદ્રગ્રહણ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. ચંદ્રગ્રહણ વખતે જમવાનું બનાવવાથી અને તેને આરોગવાનું ટાળવું જોઈએ કેમ કે, ગ્રહણના સમયે ભોજન અશુદ્ધ થઈ જાય છે. જો પહેલાથી બનાવ્યું હોય તો તેમાં તુલસીના પતા નાખવા જોઈએ. ચંદ્રગ્રહણની રાતના નકારાત્મક જગ્યાઓ ન જવુ જોઈએ. ચંદ્રગ્રહણ સમયે સૂવાનું ટાળવું જોઈએ, કેમ કે તેનાથી નકારાત્મક પ્રભાવ પડે છે. ગ્રહણ દરમિયાન વાળ, નખ અને દાઢી કાપવી અશુભ મનાય છે.