Site icon Revoi.in

ચોમાસાની મોસમમાં વાહન હંકારતી વખતે કેટલીક સાવધાની રાખવી જરૂરી, જાણો શું કરવું ?

Social Share

વરસાદની ઋતુમાં રસ્તાઓ પર પાણી ભરાવાની ઘટના સામાન્ય છે. આવી સ્થિતિમાં કાર ચલાવતી વખતે ખાસ કાળજી લેવી પડે છે. આ સિઝનમાં કારને નુકસાન થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં કેટલીક સાવચેતી રાખવી જરુરી છે.

એવા રસ્તેથી જવાનું ટાળો, જ્યાં પાણી ભરાતુ હોય, જ્યાં ઘણું પાણી ભરાયેલું હોય, તો પહેલા આગળના વાહન ચાલકો પાસેથી માહિતી મેળવવી જોઈએ કે કેટલુ પાણી ભરાયું છે. વરસાદી પાણી ભરાયેલા માર્ગ ઉપર વાહન હંકારતા હોવ ત્યારે આગળ જતા વાહનની પાછળ જ પાછળ ચલાવવુ જોઈએ. આ ઉપરાંત ઈન્ટરનેટના મારફતે ચોમાસામાં માર્ગની પરિસ્થિતિ જાણવી જોઈએ.

પાણી ભરાયેલા રોડ ઉપર વાહન રોકવુ નહીં, જો કાર તથા અન્ય વાહન અટકાવવામાં આવશે તો કારમાં પાણી ઘુસી જવાની શકયતા છે. જેના પરિણામે મુશ્કેવીમાં વધારો થશે. જો વાહન અટકાવવુ જરુરી હોય તો જ્યાં પાણી ઓછુ ભરાયું હોય ત્યાં જ કારને અટકાવવી જોઈએ.

ઘણી વખત વરસાદની મોસમમાં, રસ્તા ઉપર એટલા પાણીથી ભરાઈ જાય છે કે તમારી અડધાથી વધુ કાર-બાઈક ડૂબી જાય છે. આવી સ્થિતિમાં એન્જિન સુધી પાણી પહોંચવાને કારણે તે ઘણીવાર બંધ થઈ જાય છે. આ સ્થિતિમાં, તમારી કાર-બાઈકને પાણીથી ધક્કો મારી તથા અન્ય રીતે તેને બહાર કાઢવી જોઈએ, જો કાર અડધાથી વધુ ડૂબી ગઈ હોય અને બહાર નીકળવાનો કોઈ રસ્તો ન હોય, તો ચારેય બાજુના દરવાજા ખોલો, જેથી કાર ડૂબી ન જાય. આવી સ્થિતિમાં કારને સ્ટાર્ટ કરવાની કોશિશ બિલકુલ ન કરો, કારણ કે એન્જિનમાં પાણી પ્રવેશી શકે છે. કાર-બાઈકને એવી જગ્યાએ થોડા કલાકો સુધી રાખો કે પાણી નીકળી જાય. આ પછી વાહન ચાલુ કરો, જો વાહનનું એન્જિન ચાલુ ન થાય તો મિકેનિકને બોલાવો.

જો તમે એવી જગ્યાએથી ક્રોસ કરી રહ્યા છો જ્યાં પાણી હોય તો સ્પીડ સામાન્ય રાખો. તમારા માટે સાધારણ ગતિ રાખીને રસ્તો ક્રોસ કરવો શ્રેષ્ઠ રહેશે. વરસાદમાં કાર ક્યારેય સ્પીડમાં ન ચલાવો. જો તમે પાણીને એન્જિનમાં પ્રવેશતા અટકાવવા માંગતા હો, તો પ્રથમ અથવા બીજા ગિયરમાં ધીમી ગતિએ વાહન ચલાવો. આનાથી તરત જ બ્રેક મારવામાં સરળતા રહેશે અને વાહન પણ સુરક્ષિત રહેશે. બ્રેક, ક્લચ પેડલથી પણ પાણી અંદર જઈ શકે છે. તેનાથી બચવા માટે ડ્રાઇવિંગ કરતી વખતે લાઇટ બ્રેક્સનો ઉપયોગ કરો. આના કારણે બ્રેક શૂમાંનું પાણી નીકળી જાય છે અને તે ઝડપથી સુકાઈ જાય છે.