Site icon Revoi.in

બાળકોની માનસિક સમસ્યાના સમાધાન માટે શિક્ષકોને તાલીમ આપવી જરૂરીઃ મનસુખ માંડવિયા

Social Share

 દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ યુનિસેફનો વર્લ્ડ ચીલ્ડ્રન રિપોર્ટ જાહેર કર્યો હતો. આરોગ્ય મંત્રીએ બાળકોની માનસિક સમસ્યાના સમાધાન માટે શિક્ષકોને તાલીમ આપવાની તરફેણ કરી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ યુનિસેફનો વર્લ્ડ ચીલ્ડ્રન રિપોર્ટ જાહેર કર્યો છે. આ પ્રસંગે આરોગ્ય મંત્રીએ જણાવ્યુ હતુ કે આપણી વિરાસતમાં માનસિક સ્વાસ્થ્યનું સમાધાન જણાવવામાં આવ્યુ છે. સ્વાસ્થ્ય મંત્રીએ સંયુક્ત પરિવારની મહત્વતાને દર્શાવતા જણાવ્યું હતુ કે સંયુક્ત પરિવાર તણાવને ઓછું કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. બાળકોની માનસિક સમસ્યાના સમાધાન માટે તેમણે શિક્ષકોને તાલીમ આપવાની તરફેણ કરી હતી. બાળકો માટે સૌથી મોટી શિક્ષણ સંસ્થા તમનો પરિવાર હોય છે. પરિવારજનોએ બાળકો સાથે સાર્થક સંવાદ કરવો જોઈએ.

કેન્દ્રીય મંત્રીએ પોતાનાં અનુભવોનું વર્ણન કરતા જણાવ્યુ હતુ કે લોકડાઉન પછી કોરોનાની બીજી લહેર આવી હતી. દવાઓ, ઓક્સિજનની સમસ્યા હતી, તમામ બાજુએથી માંગ હતી આ સાંભળીને તેઓને પણ માનસિક તણાવ થઈ જતો હતો. તણાવ અને કોરોનાની દેશમાં ભયાનક સ્થિતીને જોતા તે સમયે તેઓએ રસ્તો શોધી કાઢ્યો હતો અને રોજ સવારે સાયકલીંગ અને યોગા કરતા હતા. જેથી તેઓને આરામ મળતું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને પગલે અન્ક યુવાનોએ રોજગારી ગુમાવી હતી, તેમજ અનેક લોકો આર્થિક સમસ્યા ઉભી થઈ હતી. જેથી લોકો માનસિક સમસ્યાનો સામનો કરી રહ્યાં હતા.