Site icon Revoi.in

રોજ સવારે ચાલવું છે જરૂરી,સ્વાસ્થ્ય માટે છે અનેક રીતે ફાયદાકારક

Social Share

ભારતમાં તથા વિદેશોમાં લોકોને સવારે ચાલવા જવાની ટેવ હોય છે. ભારતમાં શહેરોમાં લોકો સ્પેશિયલ ચાલવા અને દોડવા નીકળે જ્યારે ગામડામાં માણસ કામથી જ સવારે વહેલા ચાલવા નીકળી જતો હોય છે. તો ચાલવાને અને સ્વાસ્થ્યને બહુ મજબૂત સંબંધ છે. ચાલવાથી શરીર એટલી હદે સુધરે છે કે જેનાંથી કોઈ બીમારી પણ શરીરને થતી નથી.

સવારે ચાલવાની આદત અથવા રોજ ચાલવા જવાથી તમારી ઉર્જાના સ્તરમાં નોંધપાત્ર રીતે વધારો જોવા મળશે. દિવસની શરૂઆત ઝડપી ચાલવાથી કરતા તાજગીનો પણ અનુભવ થાય છે. સવારે ચાલવુ તમારા માનસિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ લાભ આપી શકે છે. તે એન્ડોર્ફિન અને સેરોટોનિનને મુક્ત કરવામાં પણ મદદ કરે છે, જે તમારા શરીરના કુદરતી મૂડ અને કોન્ફિડન્સ વધારનારા છે. અધ્યયન સૂચવે છે કે નિયમિત ચાલવું એ ડિપ્રેશન અને અસ્વસ્થતાને મેનેજ કરવા અને અટકાવવાનો એક શ્રેષ્ઠ કુદરતી રીત હોઈ શકે છે.

સવારે વહેલા ચાલવાની આદત રાતે સારી ઊંઘ પણ આપે છે. કારણ છે સવારે વહેલા ચાલવાથી મેલાટોનિનની અસરને વેગ મળે છે. મોર્નિંગ વોક એ માત્ર સૂર્યોદય જોવાનો અથવા મિત્રોને મળવાનો શ્રેષ્ઠ રસ્તો નથી, પણ તે તમારી નિંદ્રાના ચક્રને સુધારે છે, સ્વસ્થ રાતની ઊંઘને પ્રોત્સાહન આપે છે.

લો બ્લડ પ્રેશર, લોહીનું પરિભ્રમણ અને હ્રદયરોગનું જોખમ ઓછું કરવા માટે પણ યોગ્ય પ્રમાણમાં ચાલવું જરૂરી છે. દિવસને શરૂ કરવા માટે ચાલવું એ તમારા હૃદયને તંદુરસ્ત રાખવાનો શ્રેષ્ઠ માર્ગ હોઈ શકે છે. દિવસમાં સરેરાશ 30 મિનિટ ચાલવાથી હૃદય રોગના જોખમને 35 ટકા સુધી ઘટાડી શકાય છે.