નવી દિલ્હીઃ દેશમાં ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી. દરમિયાન કોર્ટે આ અરજી ઉપર નિર્ણય લેવાનો ઈન્કાર કરતા કહ્યું હતું કે, આ પ્રકારની બાબતોનો નિર્ણય લેવાનું કામ કોર્ટ નથી.
કેસની હકીકત અનુસાર, દેશમાં ગૌવંશની સુરક્ષા માટે કેન્દ્ર તથા વિવિધ રાજ્ય સરકારો દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાં ગૌ હત્યાને લઈને આકરો કાયદો બનાવ્યો છે. દરમિયાન સુપ્રીમ કોર્ટમાં ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માંગણી સાથે અરજી થઈ હતી.
જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ અભય એસ ઓકાની બેન્ચે અરજદારને કહ્યું હતું કે આ પ્રકારની બાબતોનો નિર્ણય લેવો કોર્ટનું કામ નથી અને અરજદારના કયા મૂળભૂત અધિકારને અસર થઈ છે તે પણ પૂછ્યું હતું. અરજદારના વકીલે જવાબ આપ્યો કે, ગાય સંરક્ષણ એ ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.