સરકારની કોઈ પણ નીતિ સામે વાંધો ઉઠાવવો કે તેનો વિરોધ કરવો તે દેશદ્રોહ નથી – સુપ્રીમ કોર્ટ
- સુપ્રીમ કોર્ટ કહ્યું – સરકારની નીતિનો વાંધો ઉઠાવવો દેશદ્રોહ નથી
- નીતિનો વિરોધ કરવો દેશદ્રોહ ન કહી શકાય
શ્રીનગર – જ્યારથી જમ્મુ કાશ્મીરમાં કલમ 370 અસરહીન થઈ છે ત્યાર થી જમ્મુ કાશ્મીરના અનેક નેતાઓ તેનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે હવે કલમ 370ને લઈને ટિપ્પણી કરવા બાબતે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા સામે અરજી દાખલ કરનારા વ્યક્તિ પર સુપ્રીમ કોર્ટે 50 હજાર રુપિયાનો દંડ ફટકાર્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર જમ્મુ કાશ્મીરના એક રજત શર્મા નામના વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે,ફારુક અબ્દુલ્લાએ કલક 370 હટાવવાને લઈને વાંધો ઉઠાવ્યો છે અને ચીન -પાકિસ્તાન તરફથી તેમને મદદ મળી રહી છે. આ કારણોસર તેમની વિરુદ્ધ દેશદ્રોહનો કેસ ચલાવવામાં આવે.
ત્યારે સુપ્રીમ કોર્ટે આ વ્યક્તિએ અરજીને ફગાવી દીધી અને એટલું જ નહી આ મામલે કોર્ટનો સમય વેડફાયો હતો જેને લઈને સમય વેફવા માટે રજત શર્મા નામના આ વ્યક્તિને કોર્ટએ 50 હજાર રુપિયાનો દંડ ફટકાર્યો છે.
આ સમગ્ર મામલાને લઈને સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સરકારની કોઈ પણ નીતિ પર વાંધો ઉઠાવવાો કે પછી તેનો વિરોધ કરવો જેને દેશદ્રોહ ના કહી શકાય કે ન ગણાવી શકાય, અરજી કરનાર સાબિત નથીં કરી શક્યા કે ફારુક અબ્દુલ્લાને ચીન અને પાકિસ્તાનમાંથી કેવી રીતે મદદ મળી રહી છે.ઉપર થી અરજી કરનારને કોર્ટ તરફથી ઠરકો મળ્યો હતો
સાહિન-