અમદાવાદઃ શહેરના કોચરબ આશ્રમથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાયકલ દાંડી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમજ ગાંધીના વિચારોને જીવતા રાખવા એ આપણી જવાબદારી હોવાનું કહ્યું હતું. તેમણે દાંડીયાત્રા અને ગાંધીજીના વિચારો તથા સિદ્ધાંતોનું વર્ણન કર્યું હતું. તેમજ તે વખતે ગાંધીજીની આ યાત્રાએ નવી ચેતના જગાવી હોવાનું જણાવ્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે તેઓ અમદાવાદમાં પાલડી ખાતેના કોચરબ આશ્રમમાં દાંડી માર્ચના એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આજથી 92 વર્ષ પહેલાં 12 માર્ચના રોજ મહાત્મા ગાંધીએ દાંડી યાત્રાની શરૂઆત કરી હતી અને તેની યાદગીરી રૂપે સાત દિવસની આ દાંડી સાયકલ યાત્રાનો પ્રારંભ અમિત શાહે કરાવ્યો હતો. સાયકલ દાંડી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગ્રે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દાડી યાત્રા અવું આંદોલન હતું જેણે દુનિયા ભરના આંદોલનોમાં અલગ ઓળખ બનાવી છે. આટલો મોટો દેશ અને તે સમયે કોમ્યુનિકેશનના સાધનો નહોતા. ગાંધીજી બોલતા તેનું લાઈવ સાંભળી શકાય તેવી વ્યવસ્થા નહોતી, અંગ્રેજોના ભયના કારણે અખબારોમાં બહુ છપાતું નહોતું પણ ત્યાર ગાંધીજીના સત્યની તાકાત હતી કે તેમણે બોલેલા દરેક શબ્દો દેશમાં તમામ ખૂણાઓમાં પહોંચી જતા હતા. દાંડી યાત્રાએ દેશભરમાં ચેતના જગાવી હતી. તે સમયે અંગ્રેજોની ગાંધીજીને દંડીયાત્રા કરતા રોકી શકવાની તાકાત નહોતી, તેમની સત્યની અને કર્નિષ્ઠતાની એ તાકાત હતી.
આજે મોદી શિક્ષણ નીતી લઇને આવ્યા છે, એ આજના સમયની જરૂરિયાત પ્રમાણેની છે, પણ તેને જીણવટથી જોઇએ તો ગંધીજીએ શિક્ષણ માટે જે વ્યક્ત કરેલા વિચારો હતા તેને સમાહિત કર્યા છે. તેમાં અનેક વસ્તુઓ છે પણ સ્વભાષા, રાજભાષા, રોજગારી, સ્વાવલંબનનું શિક્ષણ આ બધા ગાંધીજીના સિદ્ધાંતોને તેમાં પરોવવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું છે. નરેન્દ્રભાઈએ આઝાદીના અમૃત મહોત્સવને દેશમાં ત્રણ દૃષ્ટિથી મનાવવાની શરૂઆત કરી છે. આ મહોત્સવ અંતર્ગત આઝાદીની લડાઈના લડવૈયાના નામ, તેમના કામ અને બલિદાનનો પરિચય આજની પેઢીને આપવાનો, ભારતની આઝાદી બાદના 75 વર્ષની યશશ્વી યાત્રાને લઈને લોકોમાં વિશ્વાસ જગાવવાનો અને 75 વર્ષે એક સંકલ્પ લેવાનો કે દેશની આઝાદીના 100 વર્ષ થાય ત્યારે દેશ વિશ્વમાં સૌથી મોખરાના સ્થાન પર હોય.