Site icon Revoi.in

દિલ્હીમાં વીતેલી રાત્રે અનેક વિસ્તારોમાં પડ્યો વરસાદ, આજે ફરી વરસાદ થવાની સંભાવના   

Social Share

દિલ્હીના અનેક વિસ્તારોમાં ગુરુવારે રાત્રે વરસાદ પડ્યો હતો. વરસાદને લીધે લોકોને ભીષણ તાપથી રાહત મળી હતી. હવામાન વિભાગે આગામી બે કલાક દરમિયાન દિલ્હી અને હરિયાણાના જુદા જુદા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. વહેલી સવારે 10:45 વાગ્યે ભારત હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી બે કલાક દરમિયાન, દિલ્હી અને હરિયાણાના અલગ-અલગ વિસ્તારોમાં 20-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવા અને મધ્યમ વરસાદની સંભાવના છે.

ભારતના હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દિલ્હી, સોનીપત, બાવલ, રેવાડી, નરોરા, દેબાઇ, અનુપશહર, જહાંગીરાબાદ, મથુરા, મોદનગર, મેરઠ, લક્ષ્મણગઢ, અલવર, તિજારાના અલગ-અલગ વિસ્તારોમાં પવનની ગતિ 20-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચશે. આ સાથે વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ તીવ્રતા વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં તાપમાન 41.8 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં પાંચ ડિગ્રી વધારે હતું. દિલ્હીમાં ગુરુવારે આ મહિનાના ચોથા દિવસે લૂ લાગી હતી.શહેરમાં ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હીમાં તાપમાનનો પારો 1 જુલાઈએ 43.1 ડિગ્રી, 2 જુલાઈએ 41.3 ડિગ્રી અને 7 જુલાઇએ 42.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો.

આઇએમડીએ પણ આગાહી કરી છે કે, શુક્રવારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે અને મહત્તમ તાપમાન 40 ની આસપાસ રહેશે અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રીની આસપાસ રહેશે. સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર સાંજે 6.05 વાગ્યે એર ક્વોલિટી ઇન્ડેક્સ 161 હતો.