- દિલ્હી- NCR માં સતત બીજા દિવસે વરસાદ
- તાપમાન ઘટતા ઠંડીએ આપી દસ્તક
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં પલટો
દિલ્હી-એનસીઆરમાં સતત બીજા દિવસે વરસાદ શરૂ છે. રવિવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ઉત્તર ભારતમાં રવિવાર સવારથી દિલ્હી-એનસીઆરમાં ભારે મુશળધાર વરસાદ શરૂ થયો. જે 24 કલાક વીતી ગયા બાદ પણ શરૂ છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં આ ફેરફાર આવ્યો છે. આગામી 2 દિવસો માટે દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં આજ રીતે મુશળધાર વરસાદ શરૂ રહેશે.
વરસાદ અને ઠંડા પવનના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગરમીથી રાહત મળવાની સાથે ઠંડીએ પણ દસ્તક આપી છે. દિલ્હી-એનસીઆરમાં આખી રાત ભારે વરસાદ શરૂ રહ્યો હતો. 24 કલાકથી વધુ સમય સુધી સતત વરસાદના કારણે દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઉભી થઈ છે. જેના કારણે ઘણી જગ્યાએ ટ્રાફિક જામ પણ થયો હતો.
ભારતીય હવામાન વિભાગએ જણાવ્યું હતું કે,દિલ્હી, ગુરુગ્રામ, ગોહાના, ગણૌર, હોડલ, ઓરંગાબાદ, પલવલ, ફરીદાબાદ, બલ્લબગઢ, પાણીપત, સોહાના અને આસપાસના વિસ્તારોમાં મધ્યમ તીવ્રતા અને ગાજવીજ સાથે શરૂ રહેશે.