Site icon Revoi.in

ઈઝરાયલ-હમાસના યુદ્ધમાં હિઝબુલ્લા વચ્ચે આવ્યું તો તેમના માટે આ વિનાશકારી નિર્ણય હશેઃ PM નેતન્યાહૂ

Social Share

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે સતત 17 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન યુદ્ધમાં અત્યાર સુધીમાં છ હજારથી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. દરમિયાન ઈઝરાયલના પીએમ બેંઝામિન નેતન્યાહુએ ઈરાન સમર્થિત લેબનાનના કટ્ટરપંથી સંગઠન હિઝબુલ્લાને ફરી એકવાક ગર્ભીત ધમકી આપી છે. તેમણે કહ્યું હતું કે, હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધમાં જો હિઝબુલ્લા ઝંપલાવશે તો આ તેમની સૌથી મોટી ભૂર હશે.

ઈઝરાયલના પીએમ નેતન્યાહુ ઉત્તર ઈઝરાયલમાં ઈઝરાયલી રક્ષા દળ એટલે કે આઈડીએફ કમાન્ડો બ્રિગેડની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે જવાનો સાથે ચર્ચા કરી હતી. તેમજ કહ્યું હતું કે, યુદ્ધની વચ્ચે હિઝબુલ્લાહ ઈઝરાયલ સામે મોરચો ખોલશે તો, તેમના આ નિર્ણય હિઝબુલ્લાહ અને લેબનાનને ભારે પડી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે, હાલના સમયમાં હું કોઈ ભવિષ્યવાણી નથી કરી રહ્યો કે, હમાસ સાથેના યુદ્ધમાં હિઝબુલ્લાહ મેદાનમાં ઉતશ કે નહીં. જો યુદ્ધના મેદાનમાં ઉતરવાનો નિર્ણય લેશે તો તેમને પછતાવુ પડશે. અમે હિઝબુલ્લાહ ઉપર એવી રીતે હુમલો કરીશું જે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય, તેમજ આ નિર્ણય હિઝબુલ્લાહ અને લેબનાની રાજ્ય માટે વિનાશકારી હશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 7મી ઓક્ટોબરના રોજ હમાસના આતંકવાદીઓએ ગણતરીની મિનિટોમાં જ પાંચ હજાર જેટલા રોકેટ છોડીને હુમલો કર્યો હતો. એટલું જ નહીં મોટી સંખ્યામાં હમાસના આતંકવાદી હથિયારો સાથે ઈઝરાયલમાં ઘુસી ગયા હતા અને માનવતા વિરોધી કૃત્ય આચરીને નિર્દોશોનું લોહી વહાવ્યું હતું. હમાસના આ કૃત્યની અમેરિકા અને ભારત સહિતના દેશોએ નિંદા કરીને આતંકવાદ સામેની કાર્યવાહીમાં ઈઝરાયલને સમર્થન આપ્યું હતું. બીજી તરફ ઈઝરાયલે પણ હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લઈને ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાઓ ઉપર સતત હવાઈ હુમલા કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં જમીની કાર્યવાહીને લઈને પણ રણનીતિ તૈયાર કરી લેવામાં આવી છે.