Site icon Revoi.in

ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીય ટીમને હરાવવી ભારે મુશ્કેલઃ રિકી પોન્ટિંગ

Social Share

નવી દિલ્હીઃ વિશ્વકપમાં ભારતીય ટીમના પ્રદર્શનથી પ્રભાવિત થઈને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે રોહિત શર્માની કેપ્ટની હેઠળની ટીમ ઈન્ડિયાના વખાણ કર્યાં છે. તેમજ કહ્યું હતું કે, ભારતીય ટીમ વર્લ્ડકપની મજબુત દાવેદાર છે અને આ ટીમને હરાવવી ભારે મુશ્કેલ છે. દબાણવારી પરિસ્થિતિમાં ટીમ ઈન્ડિયા સારુ પ્રદર્શન કરવાનું જાણે છે.

પોન્ટિંગે આઈસીસી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ભારતની બેટીંગની સાથે બોલીંગ અને ફિલ્ડીંગ મજબુત છે. મેન ઈન બ્લુ એક પ્રતિભાશાળી ટીમ છે અને બેટીંગની સાથે ફાસ્ટ બોલીંગ તથા સ્પિંગમાં જ પણ જોરદાર સંતુલન જોવા મળી રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાને પરાજય આપીને અભિયાનનો પ્રારંભ કર્યો છે, ભારત વર્લ્ડકપની 3 મેચ રમ્યું છે અને ત્રણેય મેચમાં સારા રનરેટથી જીતીને પોઈન્ટ ટેબલ ઉપર હાલ ટોપ ઉપર છે. ભારતીય ટીમે કટ્ટરહરિફ પાકિસ્તાનને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 117 બોલ બાકી હતા ત્યારે જ મેચ જીતી લીધી હતી. પ્રથમ બેટીંગમાં ઉતરેલી પાકિસ્તાનની શરુઆત સારી રહી હતી. 155 રનમાં પાકિસ્તાનની માત્ર બે વિકેટ પડી હતી. જો કે, ભારતીય બોલરની ધાતક બોલીંગ સામે પાકિસ્તાનની ટીમ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી અને પાકિસ્તાનની ટીમ માત્ર 191 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

બીજી તરફ ટીમ ઈન્ડિયાને વર્લ્ડકપ જીતાડવા માટે રોહિત શર્માએ નવી સ્ટ્રેટરજી અપનાવી છે. પ્રથમ મેચમાં શૂન્ય રનમાં આઉટ થયા બાદ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સામે રોહિત શર્માએ વિસ્ફોટક બેટીંગ કરી હતી. એટલે રોહિત શર્માએ હવે જોખમ ઉઠાવીને વિસ્ફોટક બેટીંગ કરીને જેમ બને તેમ પાવરપ્લેમાં જ મેચનું પરિણામ બદલવાનો પ્લાન તૈયાર કર્યો હોય તેમ લાગી રહ્યું છે.