- દિલ્હીમાં આગામી બે દિવસ શરૂ રહેશે વરસાદ
- 29 ડિસેમ્બર બાદ ઠંડીમાં થશે વધારો
- લોકોને ધુમ્મસનો પણ કરવો પડશે સામનો
દિલ્હી:રવિવારે દિલ્હી અને NCRમાં હવામાનમાં પલ્ટો જોવા મળ્યો છે.વરસાદને કારણે ઠંડીમાં વધારો થયો છે. 24 ડિસેમ્બરથી દિલ્હી એનસીઆરનું આકાશ કાળા વાદળોથી ઢંકાયેલું હતું, પર્વતો પર ભારે હિમવર્ષા થઈ રહી છે, જેની સીધી અસર મેદાની વિસ્તારો અને ખાસ કરીને ઉત્તર ભારત પર થઈ રહી છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રવિવારે દિલ્હી NCRમાં વરસાદ પડ્યો હતો.
ક્યાંક હળવો વરસાદ તો ક્યાંક ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.રવિવારે રાત્રે પણ કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગનું કહેવું છે કે, 29 ડિસેમ્બર સુધી દિલ્હી અને NCRમાં હળવો વરસાદ અને વાવાઝોડું રહેશે. 29મી ડિસેમ્બર બાદ હવામાન ચોખ્ખું થશે પરંતુ તે પછી લોકોને ધુમ્મસનો સામનો કરવો પડશે.
દિલ્હી-NCRમાં 29 ડિસેમ્બર પછી મધ્યમ ધુમ્મસ રહેશે.હાલમાં રવિવારે પડેલા વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને કાતિલ ઠંડીના કારણે લોકો પણ કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સુધી જશે. હાલમાં આગામી 3 દિવસ સુધી વરસાદ પડશે.