Site icon Revoi.in

સિંગર યૂઝ પ્લાસ્ટિક ઉપર 1લી જુલાઈથી પ્રતિબંધ લાગશે

Social Share

નવી દિલ્હીઃ પર્યાવરણને નુકસાન પહોંચાડતા પ્લાસ્ટીકના ધ્વજથી લઈને ઈયરબડ્સ પર 1 જુલાઈથી પ્રતિબંધ લાગશે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) એ તેના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને ઉપયોગ સાથે સંકળાયેલા તમામ પક્ષોને નોટિસ જાહેર કરી છે. જેમાં 30 જૂન પહેલા તેમના પર પ્રતિબંધની તૈયારીઓ પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું છે.

સિંગલ યુઝ પ્લાસ્ટિક પર્યાવરણ માટે અત્યંત હાનિકારક માનવામાં આવે છે. આ પ્લાસ્ટિક ઉત્પાદનો લાંબા ગાળે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. નુકસાનને ધ્યાનમાં રાખીને, ઓગસ્ટ 2021 માં, કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ તેના પર પ્રતિબંધ મૂકવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં 1 જુલાઈથી આવી તમામ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવાનું કહેવામાં આવ્યું હતું. આ ક્રમમાં, CPCB દ્વારા તમામ સંબંધિત પક્ષોને નોટિસ જાહેર કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 30 જૂન સુધીમાં આ વસ્તુઓ પર પ્રતિબંધની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવી જોઈએ.

સીપીસીબીની નોટિસ મુજબ, 1 જુલાઈથી પ્લાસ્ટિક સ્ટિક ઈયરબડ, બલૂનમાં પ્લાસ્ટિક સ્ટિક, પ્લાસ્ટિક ફ્લેગ, કેન્ડી સ્ટિક, આઈસ્ક્રીમ સ્ટિક, ડેકોરેશન માટે વપરાતી થર્મોકોલ વગેરેનો સમાવેશ થાય છે. આ સાથે પ્લાસ્ટિકના કપ, પ્લેટ, ગ્લાસ, કાંટા, ચમચી, છરી, સ્ટ્રો, ટ્રે, મીઠાઈના પેકેજિંગ માટે પ્લાસ્ટિક, પ્લાસ્ટિક આમંત્રણ કાર્ડ, 100 માઈક્રોનથી ઓછી જાડાઈવાળા પીવીસી બેનરો વગેરે જેવી કટલરી વસ્તુઓનો સમાવેશ થાય છે.

CPCBની નોટિસનું ઉલ્લંઘન કરનારાઓને કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે. આમાં ઉત્પાદનોને જપ્ત કરવા, પર્યાવરણીય નુકસાન માટે દંડ લાદવા, તેમના ઉત્પાદન સાથે સંકળાયેલા સાહસોને બંધ કરવા જેવી કાર્યવાહીઓનો સમાવેશ થાય છે.