બોલિવૂડ અભિનેતા ઈરફાનખાનની આજે પુણ્યતિથિઃ- તેમણે કહ્યું હતું કે “મેં ચાહતા હું લોગ મુજે નામ સે નહી મેરે કામ સે યાદ રખે”
- અભિનેતા ઈરફાનખાનની આજે પૂણ્યતીથિ
- લોકો તેમને તેમના નામથી નહી કામથી યાદ રાખે તે તેમની ઈચ્છા હતી
- એનેક શાનદાર અભિનય કરીને આજે પણ દર્શકોના દીલમાં હયાત છે ખાન
મુંબઈઃ- બોલિવૂડના દિવંગત અભિનેતા ઇરફાન ખાન આજે પણ તેમના અભિનયનયી યાદોથી દર્શકોના દિવમાં જીવિત છે, તેમની જીવન શૈલીથી લઈને બોલવાની છટા, શાનદાર અભિનયના દર્શકો દિવાના હતા, જોકે આજ રોજ તેમને દુનિયાને છોડ્યાને 1 વર્ષ થયુ છે, તે ભલે આ આ દુનિયામાં નથીપણ તેમના અભિનયનો જાદુ આજે પણ હાજર છે.
ન્યુરોએંડ્રોક્રાઇન ટ્યુમર સાથે લાંબી લડાઇ લડી હતી,તેઓએ તેમની આ બિમારીને હસતા મોઢે સ્વીકારી હતી, જાણે પોતાને ખબર જ હતી કે આ દુનિયા છોડવાનો નખત આવી ચૂક્યો છે છત્તા પણ તેઓ હસતા મોઢે જોવા મળ્યા હતા, બ 29 એપ્રિલ 2020 માં ઇરફાન ખાનનું અવસાન થયું. 54 વર્ષની ઉંમરે તેણે આ દુનિયાને અલવિદા કહ્યું. હતું
ઇરફાન ખાન બોલિવૂડના એક એવા અભિનેતા હતા જેમણે કોઈ પણ રોલ પ્લે કર્યો હોય તેમાં પોતાની એક આગવી ઈમેજ બનાવી હતી,ઇરફાન ખાનના જીવનનો પ્રારંભિક તબક્કો સંઘર્ષથી ભરેલો હતો. તેણે એનએસડીમાંથી અભિનયનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેઓ કામની શોધમાં મુંબઈ આવ્યા હતા. ઇરફાન ખાને ટીવી સિરિયલોથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેણે દૂરદર્શનની સિરિયલ ‘શ્રીકાંત’ થી એક્ટિંગની સીડી ચઢવાની શરુઆત કરી હતી ત્યાર બાદ તેઓની અભિનયકળા સદતંતર ચાલી આવી
ટીવી શો શ્રીકાંત સરતચંદ્ર ચેટર્જીની નવલકથા શ્રીકાંત પર આધારિત છે. આ શો દૂરદર્શન પર વર્ષ 1987 સુધી પ્રસારિત થયો. આ ટીવી શોમાં ઇરફાન ખાન સાથે ફરરૂખ શેખ, સુજાતા મહેતા અને મૃણાલ કુલકર્ણી મુખ્ય ભૂમિકામાં હતા. શ્રીકાંત સિરિયલમાં ઇરફાન ખાને નેગ્ટિવ રોલ પ્લે કર્યો હતો જે પ્રેક્ષકોમાં ખૂબ પ્રખ્યાત બન્યો હતું.
‘બનેગી અપની બાત’ ટીવી સિરિયલ એ શો કોલેજ અને યુવાનો પર આધારિત એક શો હતો. આ સીરિયલમાં તેણે કુમારની ભૂમિકા ભજવી હતી. શોએ ઘણા કલાકારોને બ્રેક આપ્યો હતો. 90 ના દાયકાની આ સીરિયલમાં ઇરફાન ખાન એક આધેડ પિતાની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ સિરિયલ દેશની પ્રથમ સેટેલાઇટ ચેનલ પણ હતી.
ઈરફાન ખાને બોલિવૂડમાં તો પોતાના શાનદાર અભિનયથી દર્શકોના દીલ જીત્યા જ રહતા પરંતુ હોલિવૂડમાં પણ તેમને એક આગવી ઓળખ બનાવી છે.તાજેતરમાં જ 32મા પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ અમેરિકા અવોર્ડ જાહેર કરાયા હતા. આ દરમિયાન મેમોરિયમ સેગમેન્ટમાં સ્વર્ગસ્થ એક્ટર ઈરફાન ખાનને સન્માનિત કરવામાં આવ્યા
ઈરફાન ખાને ‘મકબૂલ’, ‘લાઈફ ઈન અ મેટ્રો’, ‘લંચ બોક્સ’, ‘પીકુ’, ‘તલવાર’, ‘હિંદી મીડિયમ’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. તેમને ‘હાસિલ’ (નેગેટિવ રોલ), ‘લાઈફ ઈન અ મેટ્રો’ (બેસ્ટ એક્ટર), ‘પાન સિંહ તોમર’ (બેસ્ટ એક્ટર ક્રિટિક) તથા ‘હિંદી મીડિયમ’ માટે ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો. ‘પાન સિંહ તોમર’ માટે એક્ટરને નેશનલ અવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તેમની ઈચ્છા લોકો તેમને કામથી યાદ રાખે નામથી નહી- એટલે જ ખાનને માત્ર ઈરફાન કહે તે પસંદ હતું
જ્યારે ઇરફાન અલી ખાને તેમના નામ પરથી અટક ખાને દૂર કરી ત્યારે મેં તેમને પૂછ્યું કે એવું કેમ ? તેથી તેણે તેમની ગહેરી નજર આકાશ તરફ લઈ જઈને કહ્યું , “હું આ ભાર ઉઠાવવા માંગતો નથી.” જો ઇરફાનને ઇરફાન ખાન તરીકે બોલાવવામાં આવે તો તેમને પસંદ નહોતું. ઈરફાન જેટલી તેમની માતાના ઈરફાન હતા ,એટલું જ પ્રિય ઇરફાન આખા દેશ સાથે રહેવા નમાંગતા હતા.તેમની માત્ર એક જ ઈચ્છા હતી કે લોકો તેમને તેમના કામથી યાદ રાખે નામ થી નહી,