- ગુજરાતમાં ફરવાલાયક સ્થળ
- સરદાર સરોવર ડેમ
- સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા SoU
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર સરદાર સરોવર બંધ બાંધવામાં આવ્યો છે. ભરૂચની પાસે આવેલ કેવડિયા કોલોનીની નજીક વર્ષોથી તેના વિકાસની કામગીરી ચાલી રહી છે. 130 મીટર ઉંચા આ બંધને પવિત્ર નર્મદા નદીનું પાણી મળે છે. આ યોજનાથી આજે ગુજરાતના કરોડો લોકોને આ બંધનું પાણી મળે છે એટલું જ નહિ વળી ગુજરાત સિવાય મહારાષ્ટ્ર, રાજસ્થાન અને છત્તીસગઢને પણ આનો લાભો મળી રહ્યો છે.
અહીં કેવડિયા કોલોનીનો વિશેષ પર્યટન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવ્યો છે. આ સ્થળ રજાઓ ગાળવા માટેનું અને પીકનીક માટે ઉત્તમ છે. અહીંના જંગલો, ઝરણાઓ, ટેકરીઓ વગેરે જોવાલાયક છે.
આ સ્થળ બરોડાથી 55 કિલોમીટરની દૂરી પર આવેલ છે. ત્યાં જવા માટેનો રસ્તો પણ સરળ હોવાથી કોઈ પ્રકારની મુશ્કેલી પડતી નથી.
બંધની નજીક આવેલ થોડોક જમીન વિસ્તાર સરદાર સરોવર નર્મદા નિગમની માલીકીની જમીન છે. જ્યાં પ્રવાસીયો માટે પ્રાથમિક પ્રવાસન સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. બગીચાઓ, રેસ્ટોરંટ અને વિશ્રામ કુટીર પણ છે. અહીંયા પ્રવાસનના વિકાસના હેતુથી ખાણી-પીણીના સ્ટોલ, હોટલ, સાહસી રમતોની સુવિધાનું આયોજન પણ કરાયેલ છે. વળી પાર્કિંગની પણ સારી વ્યવસ્થા છે.
સરદાર સરોવર પ્રોજેક્ટ ભારતના સૌપ્રથમ નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલના દર્શન હતા. આ યોજનાનો પાયો પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા 5 એપ્રિલ, 1 9 61 ના રોજ રજૂ કરવામાં આવ્યો હતો. તેમના 67 મા જન્મદિવસના પ્રસંગે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા નદી પર સરદાર સરોવર ડેમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ જે દાયકાઓ સુધી ખૂબ વિવાદનો વિષય રહ્યો છે તે વિશ્વમાં સૌથી મોટા ડેમોમાંનો એક છે. 1.2 કિ.મી.ની લંબાઇ અને 163 મીટરની ઊંડાઈ ધરાવતી આ ડેમ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતનાં ત્રણ રાજ્યોમાં વહેંચાય તેવી અપેક્ષા છે.