- વોટ્સએપમાં કોણે તમને કર્યા છે બ્લોક?
- જાણો હવે તેને ચપટીના પલકારામાં
- આ રીતે કરી શકો છે ચેક
મુંબઇ :વોટ્સએપમાં બ્લોક અને અનબ્લોકને લઈને લોકોની સમજણ ક્લિયર છે. જ્યારે કોઈનો પ્રોફાઈલ ફોટો, સ્ટેટસ અથવા તેને મેસેજ ન પહોંચે ત્યારે સમજવું કે સામે વાળી વ્યક્તિના ફોનમાં આપડે બ્લોક છે. અથવા એવું પણ હોઈ શકે કે સામે વાળી વ્યક્તિએ આપણો નંબર પણ સેવ ન કર્યો હોય. પણ હવે આ વાતને જાણવી એકદમ આસાન બની છે.
માત્ર કેટલાક સ્ટેપ્સ લેવાથી જાણી શકાશે કે કોના વોટ્સએપ એકાઉન્ટમાં તમે બ્લોક છો અને કેટલાના મોબાઈલમાં નહી. જો કોઈને ચેટમાં બ્લોક કરવામાં આવે છે, તો તે ચેટ વિંડોમાં તે દેખાશે નહીં કે કોન્ટેક્ટ છેલ્લે ક્યારે દેખાયો હતો અથવા ઓનલાઈન જોવા મળ્યો હતો. તે કોન્ટેક્ટનો પ્રોફાઇલ ફોટોમાં અપડેટ્સ બતાવવામાં આવશે નહીં.
જો કોઈ કોન્ટેક્ટે યુઝરને બ્લોક કર્યો છે, તો તેને મોકલવામાં આવેલા મેસેજ પર માત્ર એક જ ટિક દેખાશે. જો કોન્ટેક્ટ માટે આ બધા સંકેતો દેખાય છે, તો તેનો અર્થ એ છે કે તેણે યુઝરને બ્લોક કર્યો છે.
WhatsAppનું કહેવું છે કે તેણે બ્લોક કરવાની પ્રક્રિયાને જાણીજોઈને થોડી અટપટી રાખી છે જેથી જો કોઈને બ્લોક કરવામાં આવે તો યુઝરની ગોપનીયતા સુરક્ષિત થઈ શકે. WhatsApp દ્વારા કોન્ટેક્ટને ક્યારેય નોટિફાય કરવામાં આવતું નથી કે તેને બ્લોક કરવામાં આવ્યો છે.