Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીર: અરનિયા સેક્ટરમાં મોડી રાત્રે ઘૂસણખોર ઠાર,સર્ચ ઓપરેશન શરુ

Social Share

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં સરહદ પારથી ઘૂસણખોરો દ્વારા ઘૂસણખોરીના પ્રયાસ કરવામાં આવતા હોય છે પરંતુ BSF દ્વારા આ પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં આવતા હોય છે ત્યારે ફરીએકવાર BSF એ જમ્મુ-કાશ્મીરમાં સરહદ પારથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલ ઘૂસણખોરના પ્રયાસને નિષ્ફળ બનાવ્યું હતું.

મળતી માહિતી મુજબ, જમ્મુ-કાશ્મીરના આરએસ પુરાના અરનિયા સેક્ટરમાં મોડી રાત્રે આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લગભગ 1.50 વાગ્યે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા એક ઘૂસણખોરને માર્યો. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

થોડા દિવસ પહેલા જ માર્યા ગયા હતા 6 આતંકીઓ 

થોડા દિવસો પહેલા સુરક્ષાદળોએ માછિલ સેક્ટરમાં આતંકીઓની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવીને છ આતંકીઓને ઠાર કર્યા હતા. વિસ્તારમાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે. કાશ્મીરના એડીજીપીએ કહ્યું કે સેના, પોલીસ અને બીએસએફના સંયુક્ત ઓપરેશનમાં માછિલ સેક્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ બંને એલઓસી પર ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

પીઓકેમાંથી કરી રહ્યા હતા ઘુસણખોરી કરવાનો પ્રયાસ 

આના એક દિવસ પહેલા માછિલ સેક્ટરના કાલા જંગલમાં સુરક્ષાદળોએ ચાર આતંકીઓને ઠાર કર્યા હતા. આ આતંકવાદીઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે PoKમાંથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશનમાં ચારેય આતંકવાદીઓને ઠાર કર્યા છે. આતંકવાદીઓ કયા સંગઠનના હતા અને તેઓ કોણ હતા, તેની ઓળખ હજુ સુધી થઈ નથી. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.