શ્રીનગર:પાકિસ્તાન સતત જમ્મુ-કાશ્મીરમાં માહોલ ખરાબ કરવાના હેતુથી ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતુ રહેતું હોય છે. આવા જ એક પ્રયાસને સેનાના સતર્ક જવાનોએ નિષ્ફળ બનાવ્યો છે. કુપવાડા જિલ્લામાં સેનાએ અંકુશ રેખા પર ભારતીય બાજુમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા એક ઘૂસણખોરને ઠાર માર્યો હતો. સેનાના જવાનોએ પહેલા તેને પીછેહઠ કરવા કહ્યું પરંતુ જ્યારે તે ન માન્યો તો સુરક્ષા દળોએ તેને મારી નાખ્યો. જમ્મુ-કાશ્મીર પોલીસે આ અંગે માહિતી આપી છે.
પોલીસે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, એક સંયુક્ત ઓપરેશનમાં, સેના અને કુપવાડા પોલીસે તંગધાર સેક્ટરના અમરોહી વિસ્તારમાં એલઓસી પર એક આતંકવાદીને બેઅસર કરીને ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો, . આતંકવાદી પાસેથી ગુનાહિત સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો. સર્ચ ઓપરેશન ચાલુ છે. આ અંગે વિગતવાર માહિતી આપવામાં આવશે.” તેમણે કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ થઈ શકી નથી.
રાજૌરી જિલ્લાના એક ગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે રવિવારે સવારે બીજા દિવસે પણ અથડામણ ચાલુ રહી. પોલીસે સામાન્ય લોકોને સ્થળથી બે કિલોમીટર દૂર રહેવાની સલાહ આપી છે. જમ્મુમાં સેનાના જનસંપર્ક અધિકારી (પીઆરઓ), લેફ્ટનન્ટ કર્નલ સુનીલ બર્ટવાલે જણાવ્યું હતું કે ગામમાં બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયેલા હોવાનું માનવામાં આવે છે અને આખી રાત ગોળીબાર કરીને તેમના ભાગી જવાના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા.શનિવારે સેના અને પોલીસે રાજૌરીના બુધલ વિસ્તારના ગુંધા-ખવાસ ગામમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જે દરમિયાન એન્કાઉન્ટર થયું હતું, જેમાં એક આતંકવાદી માર્યો ગયો હતો.