J-K: અનંતનાગમાં સુરક્ષા દળોની કાર્યવાહી,આતંકવાદી સંગઠનના કમાન્ડર એચએમ નિસાર ખાંડેનું મોત
- જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળોની કાર્યવાહી
- આતંકવાદી સંગઠનના કમાન્ડર એચએમ નિસાર ખાંડેનું મોત
- એન-47 રાઈફલ સહિત અનેક હથિયારો અને વાંધાજનક સાહિત્ય મળી આવ્યું
શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં શુક્રવારે મોડી રાત્રે શરૂ થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે.માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ નિસાર ખાંડે તરીકે થઈ છે.તે હિઝબુલ મુજાહિદ્દીન સાથે સંકળાયેલો હતો.તેની પાસેથી એન-47 રાઈફલ સહિત અનેક હથિયારો અને વાંધાજનક સાહિત્ય મળી આવ્યું છે.પોલીસ તેના બેકગ્રાઉન્ડ વિશે તપાસ કરી રહી છે.
કાશ્મીર રેન્જ આઈજી વિજય કુમારે જણાવ્યું કે,આ એન્કાઉન્ટર અનંતનાગના ઋષિપોરા વિસ્તારમાં થયું હતું.આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા બાદ સેના, પોલીસ અને સીઆરપીએફએ રાત્રે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. ઘર-ઘર સર્ચ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કર્યો, જે બાદ જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી. આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં એક આતંકવાદી માર્યો ગયો છે, જ્યારે બાકીનાની શોધ ચાલુ છે. આ એન્કાઉન્ટરમાં 3 જવાનો સહિત 4 લોકો ઘાયલ પણ થયા છે.તેમની શ્રીનગરની 92 બેઝ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ ઘટના પહેલા આતંકીઓએ ફરીથી નિર્દોષ બિન-કાશ્મીરી મુસ્લિમોને નિશાન બનાવ્યા હતા. શોપિયન જિલ્લાના અગલાર જૈનપોરા વિસ્તારમાં આતંકવાદીઓએ હેન્ડ ગ્રેનેડથી હુમલો કર્યો, જેમાં બે બિન-કાશ્મીરી મજૂરો ઘાયલ થયા.તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં બિન-કાશ્મીરીઓ પર આ ત્રીજો હુમલો હતો.આ પહેલા આતંકીઓએ મહેસૂલ વિભાગમાં કામ કરતા રાહુલ ભટ્ટ, શિક્ષક રાજબાલા અને બેંક મેનેજરની ગોળી મારીને હત્યા કરી હતી.સતત ટાર્ગેટ કિલિંગના કારણે રાજ્યમાં ભયનો માહોલ છે.