જમ્મુ-કાશ્મીર: અખનૂરમાં સેનાના કાફલા પર હુમલાનું આતંકી ષડયંત્ર નિષ્ફળ, આઈઈડી કરાયો નિષ્ક્રિય
જમ્મુ-કાશ્મીરમાં આજે સુરક્ષાદળોની સતર્કતાને કારણે એક મોટી આતંકી સાજિશ નાકામ થઈ છે. રાજ્યના અખનૂર જિલ્લામાં સુરક્ષાદળોએ એક આઈઈડીને નિષ્ક્રિય બનાવ્યો છે. જણાવવામાં આવે છે કે આ આઈઈડી દ્વારા આતંકવાદીઓનું નિશાન અહીંથી પસાર થનારી સેનાની ટુકડી હતી.
ગત મહીને 14મી ફેબ્રુઆરીએ પુલવામામાં આતંકવાદી સાજિશ હેઠળ સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો અને તેમા 44 જવાનો શહીદ થયા હતા.
પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ, અખનૂર જિલ્લાના પાલનવાલા વિસ્તારમાં એલઓસી તરફ જતા માર્ગ પર આતંકવાદીઓએ આઈઈડી પ્લાન્ટ કર્યો હતો. સમય રહેતા સુરક્ષાદળોને તેની જાણકારી મળી અને તાત્કાલિક તેને નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો. માનવામાં આવે છે કે સાના કાફલાને નિશાન બનાવવા માટે આ આઈઈડી પ્લાન્ટ કરવામાં આવ્યો હતો.