ચીનના અરબપતિ અલીબાબા ગ્રૂપના સહ-સ્થાપક જેક માએ દૂતાવાસને જાણકર્યા વિનાજ અચાનક પાકિસ્તાનની કરી મુલાકાત
દિલ્હીઃ- ચીન અને પાકિસ્તાન બન્ને ભારતના વિરોધી દેશ રહ્યા છે સતત કોીને કોી બાબતને લઈને તેઓ ભારત સાથેના સંબંધને બગાડતા આવ્યા છે ત્યારે બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી ચીન પાકિસ્તાનને સહયોગ કરી રહ્યું છે આવી સ્થિતિમાં હવે ચીનના અરબોપતિ એવા અલીબાબાના સહ-સ્થાપક જેકમાએ અચાનક પાકિસ્તાનની મુલાકાત લઈને સૌ કોઈને ચૌંકાવ્યા છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બોર્ડ ઓફ ઈન્વેસ્ટમેન્ટ ના પૂર્વ અધ્યક્ષ મુહમ્મદ અઝફર અહસાને તેમની મુલાકાતની પુષ્ટિ કરતા કહ્યું કે જેક મા 29 જૂને લાહોર પહોંચ્યા અને 23 કલાક સુધી અહીયા રહ્યા હતા.
ચીનમાં વેપારી વ્યક્તિત્વ, ફાઇનાન્સર અને પરોપકારી જેક મા એ અલીબાબા ગ્રૂપના સહ-સ્થાપક છે, જે ટેક્નોલોજી કંપનીઓના વૈશ્વિક સમૂહ છે, વધુમાં, યુનફેંગ કેપિટલ, એક ચાઇનીઝ ખાનગી ઇક્વિટી ફર્મ, મા દ્વારા સહ-સ્થાપિત કરવામાં આવી હતી.
મળતી વિગત પ્રમાણે જેક માએ તાજેતરમાં નેપાળના કાઠમંડુની તેમની મુલાકાત પૂર્ણ કરી હતી, જે દરમિયાન તેઓ વડાપ્રધાન પ્રચંડને મળ્યા હતા. અને મંગળવારે બપોરે કાઠમંડુ પહોંચ્યા. અહીં તેમણે થમેલ, ભક્તપુર દરબાર સ્ક્વેર અને કાલીમાટી વેજીટેબલ માર્કેટ જેવા સ્થળોની મુલાકાત લીધી હતી.
ભૂતપૂર્વ રાજ્ય પ્રધાન અને બોર્ડ ઑફ ઇન્વેસ્ટમેન્ટ્સના અધ્યક્ષ મુહમ્મદ અઝફર અહસાને એક ટ્વીટમાં જણાવ્યું હતું કે જેક મા વ્યક્તિગત મુલાકાતે લાહોરમાં છે, તેમણે ઉમેર્યું હતું કે ચીનની એમ્બેસી પણ તેમની પાકિસ્તાન મુલાકાત અને ઘટનાઓની વિગતો થી અજાણ છે.
આ સાથે જ એમ પણ જાણકારી શેર કરવામાં આવી છે કે તેમાં જણાવાયું છે કે જેકમાંથી સાથે સાથે સાથે સાત લોકોનું જૂથ પણ આવ્યું છે જેઓ તેની સાથે પાકિસ્તાન પહોચ્યા છે, જેમાં એક અમેરિકન અને પાંચ ચીની નાગરિકોનો સમાવેશ થાય છે.