દેશમાં કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે. કોરોનાના ડરને લીધે ઘણાબધા લોકો માનસિકરીતે ભાંગી પડ્યા છે. આવા લોકોની મદદ માટે ધર્મગુરૂઓ આગળ આવી રહ્યા છે. સનાતન ધર્મના સર્વોચ્ચ હીઝ હાઈનેસ ગણાતા જગદગુરૂ પરમ પૂજ્ય શંકરા વિજયેન્દ્ર સરસ્વતીજી શંકરાચાર્ય અને પદ્મવિભૂષણ ડૉ. સોનલ માનસિંહ ઓનલાઈન યુટ્યુબના પ્રસારણમાં લોકોને સંબોધન કરશે. પૂજ્ય શંકરાચાર્યજીના સંબોધનથી ભાવિકોને અનેરી ઊર્જાશક્તિ મળશે. અને કોરોનાનો સામનો કરવા લોકોનું માનસિક મનોબળ મક્કમ બનશે
દેશમાં વધતો જતો કોરોનાવાયરસના કેસનો આંકડો તમામ લોકો માટે ચીંતાનો વિષય બની રહ્યો છે. આવા સમયની સાથે રહીને પણ જીવન જીવવાનું જ છે. તો આવા સમયમાં માનસિક રીતે કોઈ પણ વ્યક્તિ કમજોર ન પડે તે માટે કોવિડ રિસ્પોન્સ ટીમ દ્વારા અનેક પ્રકારના પ્રોગ્રામ કરવામાં આવી રહ્યા છે.
કોવિડ રિસ્પોન્સ ટીમ દ્વારા આજે ફરીવાર સાંજે 4.30 કલાકે “પોઝિટિવિટી અનલિમિટેડ” નામનો પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે અને તેનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આ પ્રસારણમાં જગદગુરુ પરમ પૂજ્ય શંકરા વિજયેન્દ્ર સરસ્વતીજી શંકરાચાર્ય અને પદ્મવિભૂષણ ડૉ. સોનલ માનસિંહ લોકોને સંબોધન કરશે. આ મહત્વના પ્રસારણમાં જોડાવા માટે વાચકોએ નીચે આપેલી લીંક પર ક્લિક કરવુ પડશે જે બાદ તેઓ સીધા પ્રોગ્રામમાં જોડાઈ જશે.
Youtube.com/VishwaSamvadKendraBharat
ઉલ્લેખનીય છે કે કોવિડ રિસ્પોન્સ ટીમ કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે અને લોકોને તેનાથી બચાવવા માટે પણ અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. હાલ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને અન્ય સંસ્થાઓ પણ દેશવાસીઓને બચાવવા માટે તમામ પ્રયાસ કરી રહી છે એવામાં આ કોવિડ રિસ્પોન્સ ટીમ પણ પોતાનું યોગદાન આપી રહી છે.